Home /News /national-international /

Rail Budget: આ વખતે રેલવે બજેટમાં 5 મોટી જાહેરાતોની સંભાવના

Rail Budget: આ વખતે રેલવે બજેટમાં 5 મોટી જાહેરાતોની સંભાવના

ભારતીય રેલવે (Indian Railways)

આ વખતના રેલ બજેટ (Rail Budget)માં લોકોને ઘણી નવી શરૂઆત થવાની આશા છે. બજેટમાં રેલવે (indian railway)માં બીજી ઘણી બાબતોને લઈને નવી શરૂઆત થઈ શકે છે.

    મંગળવારે સંસદમાં રજૂ થનારા સામાન્ય બજેટ (Budget)માં લોકોની નજર રેલ બજેટ પર પણ રહેશે. આ વખતના રેલ બજેટ (Rail Budget)માં લોકોને ઘણી નવી શરૂઆત થવાની આશા છે. ભલે રેલવેની પ્રાથમિકતા સુરક્ષાને લઈને રહેશે પરંતુ આ બજેટમાં રેલવેમાં બીજી ઘણી બાબતોને લઈને નવી શરૂઆત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ વખતે રેલવે બજેટમાં કેટલાક મહત્ત્વના ક્ષેત્રો પર વધુ ભાર આપવામાં આવશે. ચાલો જાણીએ આ વિશે…

    1. 300 વંદે ભારત ટ્રેનોના નિર્માણની જાહેરાત. ગત વર્ષે સ્વતંત્રતા દિવસના ભાષણમાં પ્રધાનમંત્રી મોદી (PM Modi)એ ભારતના 75 શહેરોને જોડવા માટે નવી વંદે ભારત ટ્રેનો (Vande Bharat Train) ચલાવવાની જાહેરાત કરી હતી. આ ભારતની આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર કરવામાં આવી રહ્યું છે. હવે તેમાં વધારો કરવામાં આવશે અને વધુ શહેરોને વંદે ભારત સાથે જોડવામાં આવશે. એટલે કે શતાબ્દી સિવાય પણ ઘણા મહત્ત્વના રૂટ પર ઇન્ટરસિટી ટ્રેનની જેમ વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે.

    2. આગામી બજેટ વર્ષમાં LHB કોચવાળી 100 ટ્રેનોના નિર્માણનું લક્ષ્ય રાખવામાં આવી શકે છે. આ જર્મન-ડિઝાઇન કરેલા કોચ છે અને હાલમાં ભારતમાં મોટા પાયા પર જૂની કોચ ટ્રેનોને બદલીને LHB કોચ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

    આ પણ વાંચો- Budget 2022: બજેટ પહેલાં જાણો કેટલા પ્રકારના હોય છે Tax, પ્રત્યક્ષ અને પરોક્ષ કર કોને કહેવાય?

    3. આ બજેટમાં ભારતમાં એલ્યુમિનિયમ કોચની મેલ એક્સપ્રેસ ટ્રેનો બનાવવાની જાહેરાત પણ આ બજેટમાં શક્ય છે. જોકે આવી ટ્રેનની કિંમત LHB કરતા 2.5 ગણી વધારે હોઈ શકે છે. પરંતુ તે ઓછી ઉર્જાનો વપરાશ કરશે. આવી ટ્રેનો હળવી પણ હોય છે અને 160 કિલોમીટરની ઝડપે દોડવામાં સરળતા રહેશે. આ ટ્રેનોમાં એન્જીન નથી અને વંદે ભારતની જેમ સેલ્ફ પ્રોપલ્શન પર ચાલે છે. ત્યાં જ ટિલ્ટિંગ ટેક્નોલોજીના કારણે વળાંકવાળા રસ્તાઓ પર તેની ઝડપ ઘટાડવાની જરૂર નથી પડતી.

    આ પણ વાંચો- Election 2022: વિધાનસભા ચૂંટણીઓની રેલીઓ પર ECએ 11 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ મૂક્યો

    4. સામાન્ય બજેટમાં MEMU (MEMU- Mainline Electric Multiple Unit)ના બદલે AC ટ્રેનોના નિર્માણની પણ જાહેરાત થઈ શકે છે. દોડતી વખતે એસી ટ્રેનોના દરવાજા બંધ હોય છે અને તેથી તેને સુરક્ષિત માનવામાં આવે છે.

    5. હાલના દિવસોમાં રેલવેમાં ભરતી પ્રક્રિયાને લઈને થયેલા વિવાદ બાદ તેના પર પણ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવેની ભરતી ભવિષ્યમાં કોઈપણ કેન્દ્રીય એજન્સીને પણ સોંપવામાં આવી શકે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Budget 2022, Indian railways, Railway Ministry

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन