Rail Budget 2022: દેશમાં હવે રેલ અકસ્માતો નહીં થાય! શું છે 'કવચ ટેક્નોલોજી' જે તમારી મુસાફરીને સુરક્ષિત બનાવશે
Rail Budget 2022: દેશમાં હવે રેલ અકસ્માતો નહીં થાય! શું છે 'કવચ ટેક્નોલોજી' જે તમારી મુસાફરીને સુરક્ષિત બનાવશે
કેન્દ્રીય બજેટ 2022-23માં રેલવેને લગતી ઘણી જાહેરાતો કરવામાં આવી છે.
કેન્દ્રીય બજેટ 2022-23 (Budget 2022-23)માં ભારતીય રેલવે (Indian Railway) સંબંધિત ઘણી જાહેરાતો કરવામાં આવી છે. જેમા કવચ ટેકનોલોજી (Kawach Technology) દ્વારા દેશમાં 2 હજાર કિલોમીટરનું રેલવે નેટવર્ક બનાવવાની વાત પણ છે.
કેન્દ્રીય બજેટ 2022-23 (Budget 2022-23)માં ભારતીય રેલવે (Indian Railway) સંબંધિત ઘણી જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આગામી ત્રણ વર્ષમાં દેશમાં 400 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ભારતીય રેલવેની ઝડપ માટે 100 ગતિશક્તિ કાર્ગોની પણ યોજના છે. સામાન્ય બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં 24000 કિમી રેલવે માર્ગનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. આ ઘોષણાઓમાં એક વાત સૌથી મહત્વની હતી કે કવચ ટેકનોલોજી (Kawach Technology) દ્વારા દેશમાં 2 હજાર કિલોમીટરનું રેલવે નેટવર્ક બનાવવાની વાત છે.
નાણામંત્રીના જણાવ્યા અનુસાર,'કવચ ટેક્નોલોજી રેલ નેટવર્કને સુરક્ષિત બનાવવા અને તેની ક્ષમતા વધારવા માટે કામ કરશે.' તમને જણાવી દઈએ કે કવચ ટેક્નોલોજી એક સ્વદેશી ટેક્નોલોજી છે. કવચ એવું સ્વદેશી રીતે વિકસિત એન્ટી-કોલિઝન ઉપકરણ છે, જે રેલ અકસ્માતોને અટકાવી શકે છે. આ સાથે આ ટેક્નોલોજીની મદદથી અકસ્માતોની સંખ્યાને શૂન્ય સુધી ઘટાડવામાં પણ મદદ મળશે. રેલવે નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે દેશમાં તૈયાર થનારા 2 હજાર કિલોમીટરના રેલ નેટવર્કને આ ઉપકરણથી સુરક્ષિત બનાવી શકાય છે.
પીએચડી ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (PHDCCI)ના ચેરમેન સંદીપ અગ્રવાલ કહે છે,‘કવચ ટેક્નોલોજી ભારતીય રેલવે માટે ગેમ ચેન્જર બનવા જઈ રહી છે. આ સ્વદેશી ટેક્નોલોજીથી દેશમાં ટ્રેનની સ્પીડમાં પણ સુધારો થશે.
જણાવી દઈએ કે વર્ષ 2017માં કેન્દ્ર સરકારે એમ-કવચ એપ (mKavach) લોન્ચ કરી હતી. આ એપ હેકર્સ દ્વારા થતા સાયબર હુમલાઓ સામે રક્ષણ આપવાનું પણ કામ કરે છે. તેને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ સિસ્ટમ્સ (C-DAC), ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવી છે. આ એપ યુઝર્સને અનિચ્છનીય કોલ્સ બ્લોક કરવામાં પણ મદદ કરે છે. તે થર્ડ પાર્ટીના મોબાઇલ ડેટાનો ઉપયોગ કરવાથી પણ અટકાવે છે. જોકે 'કવચ ટેકનિક' રેલ અકસ્માતોને કેવી રીતે અટકાવશે અને તે કેવી રીતે કામ કરશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર