મધ્ય પ્રદેશ: CM કમલનાથના ભત્રીજા અને OSDના 50 ઠેકાણાઓ પર ઇન્કમ ટેક્સના દરોડા

News18 Gujarati
Updated: April 7, 2019, 11:00 AM IST
મધ્ય પ્રદેશ: CM કમલનાથના ભત્રીજા અને OSDના 50 ઠેકાણાઓ પર ઇન્કમ ટેક્સના દરોડા
કમલનાથના અંગત સચિવ અને પૂર્વ પોલીસ અધિકારી પ્રવીણ કક્કડના ઇન્દોર સ્થિત ઘરે રવિવારે વહેલી પરોઢે ઇન્કમ ટેક્સે દરોડા પાડ્યા

કમલનાથના અંગત સચિવ અને પૂર્વ પોલીસ અધિકારી પ્રવીણ કક્કડના ઇન્દોર સ્થિત ઘરે રવિવારે વહેલી પરોઢે ઇન્કમ ટેક્સે દરોડા પાડ્યા

  • Share this:
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રાતુલ પુર, અંગત સચિવ અને પૂર્વ પોલીસ અધિકારી પ્રવીણ કક્કડ અને સલાહકાર રાજેન્દ્ર કુમાર મિગલાનીના ઠેકાણાઓ પર ઇન્કમ ટેક્સ વિભાગે રવિવાર પરોઢે દરોડા પાડ્યા. સૂત્રો મુજબ, દિલ્હી, ભોપાલ, ઇન્દોર અને ગોવા સ્થિત 50 ઠેકાણાઓ પર કરવામાં આવેલા દરોડામાં અત્યાર સુધી 9 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, ઓફિશીયલી તેની પુષ્ટિ નથી થઈ.

મૂળે, સર્વિસ દરમિયાન કક્કડની વિરુદ્ધ તમામ પ્રકારની તપાસ ચાલી રહી હતી. આ ક્રમમાં રવિવારે સવારે ઇન્દોરના વિજય નગર સ્થિત તેમના ઘરમાં ઇન્કમ ટેક્સની વિભાગની અલગ-અલગ ટીમે દરોડાની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત બીસીએમ હાઇટ્સ સ્થિત ઓફિસ, શાલીમાર ટાઉનશિપ અને જલસા ગાર્ડન ખાતે પણ અધિકારીઓએ દરોડા પાડ્યા છે.

આ પણ વાંચો, સામ પિત્રોડાએ ભારતીયનો ગણાવ્યા 'વાંદરા'! બીજેપી થઈ આક્રમક
મળતી માહિતી મુજબ, રાજધાની દિલ્હીથી આવેલી ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ પરોઢે 3 વાગ્યે તેમના ઘરે પહોંચી. ટીમની સાથે સીઆરપીએફના જવાન પણ હાજર હતા, જે કક્કડના તલાશી લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રવીણ કક્કડ કોંગ્રેસના નિકટતમ માનવામાં આવે છે. એમપી વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ કોંગ્રેસના વોર રૂમના પ્રભારી હતા. તેમેન પોલીસ સેવામાં રહેતા પ્રશંસારૂપ સેવાઓ માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તેઓ 2004થી 2011 સુધી કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલી કાંતિલાલ ભૂરિયાના વિશેષ અધિકારી પણ રહી ચૂક્યા છે.
First published: April 7, 2019
વધુ વાંચો
अगली ख़बर