"શું આપણે કટોકટી તરફ જઈ રહ્યાં છીએ ?" : દેશભરમાં દલિતો માટે લડતાં કર્મશીલોના ઘરે છાપામારી

News18 Gujarati
Updated: August 28, 2018, 5:42 PM IST
શા માટે વકીલો, કવિ, લેખક, દલિત અધિકાર કર્મશીલો, બુદ્ધિજીવીઓ અને જે લોકો ટોળાશાહીમાં પ્રવૃત નથી તેમના ઘરોને નિશાન બનાવાઈ રહ્યાં છે ?

શા માટે વકીલો, કવિ, લેખક, દલિત અધિકાર કર્મશીલો, બુદ્ધિજીવીઓ અને જે લોકો ટોળાશાહીમાં પ્રવૃત નથી તેમના ઘરોને નિશાન બનાવાઈ રહ્યાં છે ?

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :

મહારાષ્ટ્રના પુણેની નજીક આવેલા ભીમકોરેગાંવમાં પહેલી જાન્યુઆરી, 2018 અથવા કહી શકાય કે વર્ષના પ્રારંભે થયેલી હિંસાના મામલે આજે એટલકે મંગળવારે પોલીસે દેશભરમાંથી છાપામારી કરીને કથિતરૂપે માઓવાદી સાથે સંબંધ હોવાની શંકાના આધારે કેટલાક દલિત અધિકાર કર્મશીલો અને બુદ્ધિજીવીઓના ઘર ઉપર છાપામારી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી, મુંબઈ, ફરીદાબાદ, રાંચી, ગોવા, પુણેમાં પોલીસે છાપામારી કરીને જાણીતા માનવાધિકારવાદીઓ સુધા ભારદ્વાજ, અરુણ ફરેરા, વર્નોન ગોન્સાલ્વિસ, સ્ટેન સ્વામી, વરાવરા રાવ, ગૌતમ નવલખા, આનંદ તેલટુંબડે સહિતના સંખ્યાબંધ લોકોના ઘરની તલાશી લીધી હતી. મંગળવારે સવારે પુણે પોલીસની અલગ-અલગ ટુકડીઓએ મુંબઈ, રાંચી, હૈદરાબાદ, દિલ્હી, ફરીદાબાદ અને ગોવામાં છાપેમારી કરી હતી અને સાંજ સુધીમાં વર્નોન ગોન્સાલ્વિસ અને અરૂણની મુંબઈમાંથી, ગૌતમ નવલખાની દિલ્હીમાંથી, સુધા ભારદ્વાજની ફરિદાબાદમાંથી તથા વરાવરા રાવ તેમજ ક્રાંતિ ટેકુલાની હૈદરાબાદમાંથી અટકાયત કરી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવે છે.

મહારાષ્ટ્રમાં પુણે નજીક આવેલા ભીમા કોરેગાંવમાં વર્ષની શરૂઆતમાં ભડકેલી હિંસા મામલે પોલીસે સમગ્ર દેશમાં દરોડા પાડ્યા હતા


આ ઉપરાંત, રાંચીમાં સ્ટેન સ્વામી, હૈદરાબાદમાંથી રાવની દીકરીઓ અને નસીમ, ગોવામાંથી દલિત વિદ્વાન આનંદ તેલડુંબડેને શોધવાનું તલાશી અભિયાન ચાલુ છે.

આ ઘટના સંદર્ભે તીખી પ્રતિક્રિયા આપતા બૂકર પ્રાઈઝ વિજેતા લેખિકા અને કર્મશીલ અરૂંધતી રોયે જણાવ્યું હતું કે, આ પૂર્વે ક્યારેય ન સર્જાય હોય તેવી કટોકટી જેવી પરિસ્થિતિમાં જાણે આપણે પહોંચી ગયા હોઈએ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેણે ઉમેર્યું હતું કે, જો કોઈ ન્યાયસંગત વાત કરે અથવા હિન્દૂ બાહુલ્યવાદ વિરુદ્ધ કંઈપણ બોલે તો તેને અહીં ગુનેગાર ઠેરવી દેવામાં આવે છે.
છત્તીસગઢમાં સુધા ભારદ્વાજની અટકાયત કરવામાં આવી હતી


આ છાપામારી પ્રતિષ્ઠિત વકીલો, કવિ, લેખકો, દલિત અધિકાર કાર્યકર્તાઓ અને બુદ્ધિજીવીઓના ઘર ઉપર થઇ રહી છે. ખરેખર તો આ દેશમાં જેમણે ટોળાશાહીને વેગ આપી સરેઆમ લોકોનો જીવ લીધો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈતી હતી, તેવું રોયે ઉમેર્યું હતું।

આ ઘટના સંદર્ભે બૂકર પ્રાઈઝ વિજેતા લેખિકા અને કર્મશીલ અરૂંધતી રોયે તીખી પ્રતિક્રિયા આપી હતી


રોયે ખોંખારીને કહ્યું હતું કે, "આ ખરેખર ખતરનાક પરિસ્થિતિ છે. આ આવનારી ચૂંટણીની તૈયારીરૂપે છે. પરંતુ અમે આ શક્ય નહિ બનવા દઈએ. આ મામલે સૌએ એક થવું પડશે નહીંતર આપણે આપણી આઝાદીની માવજત નહિ કરી શકીયે "
First published: August 28, 2018, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading