Home /News /national-international /

રાહુલ ગાંધી આજે ભોપાલથી લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે

રાહુલ ગાંધી આજે ભોપાલથી લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે

રાહુલ ગાંધી ભોપાલમાં 1 વાગ્યે પહોંચશે અને ભોપાલનાં જંબુરી મેદાનમાં ખેડૂતોની સભાને સંબોધશે.

રાહુલ ગાંધી ભોપાલમાં 1 વાગ્યે પહોંચશે અને ભોપાલનાં જંબુરી મેદાનમાં ખેડૂતોની સભાને સંબોધશે.

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મધ્યપ્રદેશથી 2019ની લોકસભા ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કરશે. રાહુલ ગાંધી આજે ભોપાલમાં કિશાન આભાર રેલીને સંબોધશે. આ રેલામાં તેઓ કેટલીક જાહેરાતો કરે તેવી શક્યતા જણાય છે.
  આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ કિશાન આભાર રેલીમાં, રાહુલ ગાંધી એવી જાહેરાત કરી શકે છે કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો યુવાનો અને ખેડૂતો માટે તેઓ શું કરશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે છત્તિસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેની સરકાર બનાવી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા પછી રાહુલ ગાંધીની આ બીજી મુલાકાત છે.

  તેમની આ મુલાકાત દરમિયાન, રાહુલ ગાંધી ખેડૂતો સાથે ચર્ચા પણ કરશે અને દેવા માફીની યોજનાનાં અમલીકરણ વિશે તેમના અભિપ્રાય જાણશે.

  આ રેલી દરમિયાન, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બેરોજગારી ભથ્થુ, લધુત્તમ 100 દિવસનું કામ અને વીજળી બીલમાં ઘટાડો કરવાની જાહેરાત કરે તેવી શક્યતા છે.જો કે, મુખ્ય કેન્દ્ર ખેડૂતોનાં દેવા માફી પર રહેશે.

  રાહુલ ગાંધી ભોપાલમાં 1 વાગ્યે પહોંચશે અને ભોપાલનાં જંબુરી મેદાનમાં ખેડૂતોની સભાને સંબોધશે. મધ્ચપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથ પણ આ રેલીમાં હાજરી આપશે.
  આ સિવાય, ભાજપનાં બળવાખોર નેતા અને પૂર્વ મંત્રી રામક્રિષ્ણા કુસ્મારિયા કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. ભાજપે કુસ્મારિયાને ટિકીટ ન આપતા બળવો કર્યો હતો. તેઓ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા પણ બંને બેઠકો પરથી હારી ગયા હતા.
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મધ્યપ્રદેશમાં 15 ફેબ્રુઆરીનાં રોજ સભાને સંબોધશે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Lok sabha polls, કોંગ્રેસ, પીએમ મોદી, રાહુલ ગાંધી, સાંસદ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन