રાહુલ ગાંધીના બનારસના ભાષણ પર પલટવાર કરતા બીજેપીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ અને તેમની માતા સોનિયા ગાંધી લોકોની વધી રહેલી 'નિરાશા'ને કારણે 2019માં પોતાની જ બેઠક નહીં બચાવી શકે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે બેંગલુરુમાં કહ્યું હતું કે જો વિપક્ષ એક સાથે આવે છે તો 2019ની ચૂંટણીમાં મોદી પોતાની બનારસની બેઠક પરથી પણ ચૂંટણી હારી જશે.
બીજેપી પ્રવક્તા અનિલ બલૂનીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની લોકસભાની બેઠકની કે તેમની ચિંતા કરવી જોઈએ નહીં. તેમણે 2019માં પોતાની અને સોનિયા ગાંધીના ચૂંટણીના ભવિષ્યની ચિંતા કરવી જોઈએ. તેમણે કહ્યું, 'વર્તમાન પરિસ્થિતિને જોતા રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી પોતાની બેઠક પણ નહીં બચાવી શકે. તેમણે પોતાના લોકસભા વિસ્તાર માટે કંઈ જ નથી કર્યું, લોકોમાં તેમના પ્રત્યે નિરાશા સતત વધી રહી છે.'
બીજેપી તરફથી આવું નિવેદન રાહુલ ગાંધીના એ નિવેદન બાદ આવ્યું છે જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો બીજેપી વિરુદ્ધ સપા-બસપા એક થઈ ગયા તો, મોદી 2019ની લોકસભાની ચૂંટણીમાં પોતાની સીટ પણ નહીં બચાવી શકે.
બેંગલુરુમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો વિપક્ષની તમામ પાર્ટીઓ એકસાથે આવી જાય તો 2019માં ભાજપની હાર નક્કી છે. આ બેઠક દરમિયાન મીડિયા સાથે અનૌપચારિક વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, 'બે વાત છે, વિપક્ષ અમુક હદ સુધી એક થઈ જાય તો ચૂંટણી જીતવી અશક્ય થઈ જશે. અત્યારે વિપક્ષ એક હદ સુધી એક થયું છે. આ સામાન્ય છે.' એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, 'ખુલીને કહું તો મને નથી લાગતું કે બીજેપી 2019ની લોકસભાની ચૂંટણી જીતશે.'
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર