રાહુલ તેમના પિતાના "બોફોર્સ"નું પાપ ધોવા માટે રાફેલનો મુદ્દો ચગાવી રહ્યા છે: PM

News18 Gujarati
Updated: April 10, 2019, 10:00 AM IST
રાહુલ તેમના પિતાના
નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી

પીએમ મોદીએ કહ્યુ કે અટલ બિહારી વાજપેયીની સરકારમાં જ્યોર્જ ફર્નાન્ડિસને પણ કોઈ સોદામાં ફસાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ યુપીએ સરકારમાં એ સત્ય સામે આવી ગયું કે આવો કોઈ ગોટાળો થયો ન હતો.

  • Share this:
નવી દિલ્હી : રાફેલ મુદ્દો ચગાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પીએમ નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત આકરો જવાબ આપ્યો છે. નેટવર્ક 18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે વાતચીત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યુ કે રાફેલ અંગે વિપક્ષ પાસે કોઈ આધાર નથી. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યુ કે રાફેલનો મુદ્દો એ માટે ચગાવવામાં આવી રહ્યો છે જેનાથી બોફોર્સના જે 'દાગ' પિતાજી પર લાગ્યા છે તેને ધોઈ શકાય. કોંગ્રેસની સરકારનું પતન રક્ષા સોદાને કારણે થયું હતું, આથી જ તેઓ બીજી સરકારને રક્ષા સોદામાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે.

વારંવાર અસત્ય બોલવામાં આવી રહ્યું છે

એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યુ કે વિપક્ષ એક જ અસત્યને વારે વારે બોલી રહ્યું છે. પહેલા તો વિપક્ષી દલો પણ તેની સાથે જોડાયેલા ન હતા. પછી એક વ્યક્તિ વારેવારે અસત્ય બોલતો ગયો અને દરેક જગ્યાએ તેને લતાડ લાગતી રહી. સુપ્રીમ કોર્ટમાં પણ તેમણે સાંભળવું પડ્યું હતું. કેગ જેવી સંસ્થા સામે પણ તેમને મ્હાત મળી હતી. ત્યાં સુધી કે અમુક પત્રકારોએ પણ સવાલ ઉઠાવ્યો હતો કે બોફોર્સ કાંડમાં તો ભ્રષ્ટાચારને પુરવા મળ્યા હતા, પરંતુ અહીં કયા આધારે તમે બોલી રહ્યા છો, આવું કેટલા દિવસ ચાલશે? તેમના સલાહકારોએ પણ તેમને કહ્યુ કે રાફેલના મુદ્દે ચૂંટણી નહીં જીતી શકાય આથી આ મુદ્દો છોડી દો, પરંતુ પોતાના પિતાજી પર લાગેલા બોફોર્સના પાપને ધોવાની ફિરાકમાં તેઓ આવું કરતા રહ્યા છે. (આ પણ વાંચો : કોંગ્રેસની 'NYAY સ્કિમ' પર બોલ્યા PM મોદી -'આ 60 વર્ષના અન્યાયનું કબૂલાતનામું છે')



જ્યોર્જ ફર્નાન્ડિસ પર પણ લાગ્યા હતા આરોપ

પીએમ મોદીએ કહ્યુ કે અટલ બિહારી વાજપેયીની સરકારમાં જ્યોર્જ ફર્નાન્ડિસને પણ કોઈ સોદામાં ફસાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ યુપીએ સરકારમાં એ સત્ય સામે આવી ગયું કે આવો કોઈ ગોટાળો થયો ન હતો. હજી પણ તેઓ આવું જ કરી રહ્યા હોવાથી આ મુદ્દો નથી ચાલી રહ્યો.મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ નહીં

વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિપક્ષના જ એક નેતાનું કહેવું છે કે નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. આ માટે તેઓ લાખો પ્રયાસો કરી જુએ પરંતુ ભારતના લોકો અસત્યનો સ્વીકાર નથી કરતા. ભારતના લોકો સમજુ છે.

ભારતના ખજાના પર 'પંજો' નહીં પડવા દઉં

"હું છું ચોકીદાર" સાથે જોડાયેલા એક પ્રશ્નના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, 2013-14નો ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો ત્યારે મેં લોકોને કહ્યું હતું કે તમે મને ચોકીદારીનું કામ આપો. હું ભારતના ખજાના પર 'પંજો' નહીં પડવા દઉં. આજે પણ હું કહું છું કે હું ચોકીદાર છું અને હું લોકોના ખજાના પર કોઈ 'પંજો' નહીં પડવા દઉં. કોઈ ખોટું કરે છે તો કાયદો વધારે કડક કરવાના દિશામાં કામ કરી રહ્યો છું, પગલાં ભરી રહ્યો છું."
First published: April 9, 2019
વધુ વાંચો
अगली ख़बर