દિલ્હી રાજભવનનો ઘેરાવ કર્યાબાદ જંતર-મંતર પહોંચ્યા રાહુલ-પ્રિયંકા ગાધી

દિલ્હી રાજભવનનો ઘેરાવ કર્યાબાદ જંતર-મંતર પહોંચ્યા રાહુલ-પ્રિયંકા ગાધી
રાહલુ ગાંધી અને પ્રિયંકા ગાંંધી જંતર મંતર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓના મુદ્દાને લઈને કેંદ્ર સરકાર ઉપર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો. કે સરકાર ખેડૂતોને બર્બાદ કરવાની કોશિશ રચી રહી છે.

 • Share this:
  નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી લાવેલા કૃષિ કાનૂનનો વિરોધ (Agricultural Law) કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ (Congress) હવે દેશભરમાં વિરોધ પ્રદેશન કરી રહી છે. કોંગ્રેસ સાંસદ અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આજે દેશભરના રાજભવનોના (Rajbhavan) ઘેરાવની જાહેરાત કરી છે. રાહુલ ગાંધી દિલ્હીના રાજભવનનો ઘેરા કર્યાબાદ જંતર-મંતર પહોંચ્યા હતા.

  દિલ્હીમાં રાજભવનને ઘેરવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનું ટોળું પહોંચ્યું હતું. પોલીસે રાજભવને રાજભવન પહેલા બેરિકેડ્સ લગાવ્યા હતા. જેથી કોંગ્રેસીઓને રોકી શકાય. દિલ્હીમાં રાજભવનનો ઘેરાવ કર્યાબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા હવે જંતર મંતર પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસ સાંસદ અનેક દિવસોથી ધરણા ઉપર બેઠા છે.

  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓના મુદ્દાને લઈને કેંદ્ર સરકાર ઉપર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો. કે સરકાર ખેડૂતોને બર્બાદ કરવાની કોશિશ રચી રહી છે. તેમણે એ પણ કહ્યું હતું કે કોંગ્રેસ ખેડૂતો સાથે ઊભી રહેશે.

  આ પણ વાંચોઃ-

  રાહુલ ગાંધીના સંવાદદાતાઓ સાથે વાતચીતમાં દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર પોતાના બે ત્રણ મિત્રોને ફાયદો પહોંચાડવાની કોશિશ કરી રહી છે. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, સરકાર ખેડૂતોની માત્ર ઉપેક્ષા જ નહીં પરંતુ તેને બર્બાદ કરવાની કોશિશ કરી રહી છે.

  આ પણ વાંચોઃ-

  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ આજે ખેડૂત અધિકાર દિવસ મનાવી રહી છે. દરેક રાજ્યના કોંગ્રેસ પ્રભારીને આજે રાજ ભવનનો ઘેરાવ કરવાનું કહ્યું હતું. પાર્ટીના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે પાર્ટીના દરેક સ્ટેટ યુનિયનોને રાજ ભવનો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એલજી હાઉસને ઘેરાવ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે રાજધાની દિલ્હીમાં એલજી હાઉસનો ઘેરાવ કર્યો હતો.  કેન્દ્રમાં રહેલી મોદી સરકારે ખેડૂતોના હિત માટે ત્રણ કૃષિ કાયદાઓ લાવી છે ત્યારે દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂતો મહિનાઓથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને દેશમાં મોટાભાગના વિસ્તારોમાં પણ ખેડૂતો આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.
  Published by:ankit patel
  First published:January 15, 2021, 15:41 pm