રાહુલ ગાંધી તેમના પિતાના હત્યારાઓ વિશે શું વિચારે છે, આ ફિલ્મ ડાયરેક્ટરે કર્યો ખુલાસો

News18 Gujarati
Updated: July 11, 2018, 11:22 PM IST
રાહુલ ગાંધી તેમના પિતાના હત્યારાઓ વિશે શું વિચારે છે, આ ફિલ્મ ડાયરેક્ટરે કર્યો ખુલાસો
News18 Gujarati
Updated: July 11, 2018, 11:22 PM IST
ચેન્નાઈ : તમિલ ફિલ્મના જાણિતા ડાયરેક્ટર પીએ રંજીતનું કહેવું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પૂર્વ વડાપ્રધાન અને તેમના પિતા રાજીવ ગાંધીના હત્યાના મામલામાં દોષી એ જી પેરારીવલનને છોડી મૂકવા પર કોઈ જ વાંધો નથી. રંજીતે બુધવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. રંજીતે મદ્રાસ, કબાલી અને કાલા જેવી ફેમસ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

મુલાકાત પછી રંજીતે કહ્યું કે, તેમને પેરારીવલનની રિલિઝ પર રાહુલ ગાંધીની સલાહ માંગતા પૂછ્યું કે, શું તમને કોઈ આપત્તિ છે? રંજીતને કહ્યું, " મે પેરારીવલની રિહાઈની વિનંતી કરી હતી અને તેના પર તેમની (રાહુલ ગાંધીની) સલાહ માંગી." મે તેમને પૂછ્યું કે શું તમને કોઈ વાંધો છે. તેમને કહ્યું કે, તેમને કોઈ જ વાંધો નથી. તેમને (રાહુલે) કહ્યું કે, જો જરૂરત હોય તો તેઓ તેમની મુક્તિમાં મદદ કરવા માટે તૈયાર છે. પેરારીવલનની કેદને "દુ:ખદાયક" ગણાવતા ડાયરેક્ટરે કહ્યું કે, "એક સામાન્ય વ્યક્તિ" એક બેટરીની ખરીદીછથી 27 વર્ષથી જેલમાં બંધ છે.

તમિલનાડૂના શ્રીપેરંબદુરમાં એક મહિલાએ 21 મે 1991ની એક રાત્રે એક ચૂંટણી રેલીમાં આત્મઘાતી બોમ્બ બનીને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરી દીધી હતી. મહિલાની ઓળખ પાછળથી ધનુના રૂપમાં થઈ હતી.


Loading...

જણાવી દઈએ કે ડાયરેક્ટર પી એ રંજીત સાથે જ એક્ટર કલૈયારસને બુધવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન રાજીનીતિ, ફિલ્મ અને સમાજ સાથે જોડાયેલ મુદ્દાઓ પર ચર્ચા થઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ બંને ફિલ્મ હસ્તિઓ સાથે સંવાદનો સિલસિલો યથાવત રહેશે તેવી આશા કરૂ છું.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...