Home /News /national-international /

કોંગ્રેસ છોડીને જનારા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું- ડરનારા બીજેપીમાં જશે

કોંગ્રેસ છોડીને જનારા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું- ડરનારા બીજેપીમાં જશે

કોંગ્રેસ છોડીને જનારા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું- ડરનારા બીજેપીમાં જશે

Rahul Gandhi - રાહુલ ગાંધીઅ કહ્યું- અમને નીડર લોકો જોઈએ, જે ડરી રહ્યા છે તેમને કહો, જાઓ ભાગો, નથી જોઈતા, બીજી પાર્ટીમાં જે નીડર લોકો છે તે અમારા છે, તેમને લઇને આવો

    નવી દિલ્હી : કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)પાર્ટી છોડનારા પર પ્રહાર કર્યો છે. સોશિયલ મીડિયા કાર્યકર્તાઓની એક બેઠકમાં રાહુલે કહ્યું કે ડરનારા બીજેપીમાં જશે. શુક્રવારે વર્ચ્યુઅલ બેઠકમાં વાયનાડના સાંસદે કહ્યું કે ડરનારા બીજેપીમાં જશે, બીજેપી ડર દેખાડીને પોતાની સાથે કરે છે.

    સૂત્રોના મતે રાહુલે ફરી એકવાર જ્યોતિરાદિત્ય સિંધિયા પર પ્રહાર કરતા કહ્યું કે સિંધિયા જી ડરી ગયા તો આરએસએસના થઇ ગયા. સિંધિયા જી ડરી ગયા છે કે ભાજપા મારો મહેલ લઇ જશે, ઘર લઇ જશે તો તે ભાજપામાં ચાલ્યા ગયા. રાહુલે કહ્યું કે જે ડરી ગયા તે ભાજપામાં જતા રહેશે, જે નહીં ડરે તે કોંગ્રેસમાં રહેશે.



    તમને જણાવી દઈએ કે સિંધિયા સિવાય હાલમાં જ જિતિન પ્રસાદ પણ કોંગ્રેસ છોડી બીજેપીમાં સામેલ થયા છે. રાહુલે કહ્યું કે અમને નીડર લોકો જોઈએ, જે ડરી રહ્યા છે તેમને કહો, જાઓ ભાગો, નથી જોઈતા. રાહુલે કહ્યું કે બીજી પાર્ટીમાં જે નીડર લોકો છે તે અમારા છે, તેમને લઇને આવો.

    આ પણ વાંચો - ગાંધીનગર : PM નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ, વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

    સિંધિયાએ ને હાલમાં જ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારમાંથી સિંધિયા સમર્થક ધારાસભ્યોએ ગત વર્ષે ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં સમર્થન પાછું ખેંચી લીધું હતું. જેના થોડા દિવસ પછી કમલનાથની સરકાર પડી ગઈ હતી. જે પછી સિંધિયા ભાજપામાં સામેલ થયા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Rahul gandhi latest news, કોંગ્રેસ, રાહુલ ગાંધી

    આગામી સમાચાર