રાહુલની 'સંઘ' ટિપ્પણીથી JDSએ દેવગૌડાના ગઢની બે બેઠક ગુમાવી!

 • Share this:
  બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી) સુપ્રીમો માયાવતીએ કર્ણાટક ઈલેક્શનમાં જેડી-એસને મળેલી ઓછી સીટોનો દોષનો પોટલો કોંગ્રેસના માથે ઠલવ્યો છે. માયાવતીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયાના સતત હુમલાથી મુસ્લિમ વોટર જેડી-એસથી દૂર થઈ ગયા,જેના કારણે વોટ વેચાઈ ગયા અને તેનો સીધો ફાયદો બીજેપીને મળ્યો હતો.

  કોંગ્રેસે ભલે આ આરોપોને નકારે પરંતુ જે થવાનું હતું તે થઈ ગયું છે. એચડી દેવગૌડાના લોકસભા વિસ્તાર હાસનની બે સીટો પર જેડી-એસની હાર થઈ છે. હાસન અને કાદુર વિધાનસભા સીટો આ વખતે બીજેપીના ખાતામાં ગઈ છે.

  હાસન સીટ પર બીજેપીના ગૌડાને જીત મળી છે. તેમને 63,348 વોટ મળ્યા છે. આ સીટ પર જેડીએના એસએસ પ્રકાશ 50,860 વોટો સાથે બીજા સ્થાન પર રહ્યા. અહી કોંગ્રેસ 38,101 વોટો સાથે કોંગ્રેસ ઉમેદવાર ત્રીજા સ્થાન પર રહ્યો.

  જ્યારે કાદુરમાં બીજેપીના કેએસ પ્રકાશને 62,232 વોટો સાથે જીત મળી છે. જેડીએસના વાયએસવી દત્તા 46,860 વોટ સાથે બીજા નંબર પર રહ્યાં. જ્યારે દત્તાને ટક્કર આપતા કોંગ્રેસના કેએસ આનંદ 46,142 વોટ સાથે ત્રીજા સ્થાને રહ્યાં હતા.

  જેડીએસનું ગઢ ગણાતું ઓલ્ડ મૈસૂર વિસ્તારમાં પાર્ટી પર શાબ્દિક હુમલો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જેડીએસમાં હવે 'S'નો મતલબ 'સેક્યુલર' નહી પરંતુ 'સંઘ' છે. તેમને કહ્યું હતું. "આ ઈલેક્શનમાં જેડીએસનું નામ બદલાઈને જનતા દળ સંઘ પરિવાર થઈ ગયું છે."

  રાહુલ ગાંધીએ તે પણ કહ્યું હતું કે, આ ઈલેક્શનમાં બે વિચારધારાઓની લડાઈ છે. એક કોંગ્રેસની વિચારધાર અને બીજી બીજેપીની વિચારધાર. તેમને કહ્યું હતું કે, વધુ એક ત્રીજી પાર્ટી જેડીએસ પણ છે જે બીજેપીની 'બી' ટીમ છે.
  Published by:Mujahid Tunvar
  First published: