પારિકરની ઓડિયો ટેપને લઈ પોતાના જ દાવમાં ફસાયા રાહુલ ગાંધી!

News18 Gujarati
Updated: January 3, 2019, 7:40 AM IST
પારિકરની ઓડિયો ટેપને લઈ પોતાના જ દાવમાં ફસાયા રાહુલ ગાંધી!
રાહુલ ગાંધી અને અરુણ જેટલી

અરુણ જેટલીએ કહ્યું- રાહુલ ગાંધી એક જૂઠ્ઠા વ્યક્તિ છે જે સતત ખોટા આરોપ લગાવી રહ્યા છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રાફેલ ડીલને લઈ બુધવારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા તો તેની સામે નાણા મંત્રીએ તેનો વળતો જવાબ આપતાં ગાંધી પરિવાર ઉપર પણ હુમલો કર્યો. લોકસભામાં પોતાના વાત રજૂ કરતી વખતે રાહુલે થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા બહાર પડયેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર સાથે જોડાયેલી ટેપને સંસદમાં સંભળાવવાની મંજરી માંગી. ત્યારબાદ જોરદાર હોબાળો થયો અને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને રાહુલ ગાંધીને તેની મંજૂરી ન આપી. નાણા મંત્રી અરુણ જેટલીએ પણ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો.

રાહુલે ઓડિયો ટેપ સંભળાવવાની મંજૂરી માંગી તો ગૃહમાં થયો હોબાળો
રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે જેવું બોલવાનું શરૂ કર્યું તો તેમણે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો. રાહુલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. પોતાના ભાષણ દરમિયાન રાહુલે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢી મનોહર પારિકર સાથે જોડાયેલી ઓડિયો ટેપ સંભળાવવાની મંજૂરી માંગી. રાહુલે મંજૂરી માંગતા જ ગૃહમાં જોરદાર હોબાળો શરૂ થઈ ગયો.

સ્પીકરે રાહુલને ન આપી મંજૂરી
રાહુલે ઓડિયો ક્લિપની મંજૂરી માગતા લોકસભા સ્પીકરે તેનો ઇન્કાર કરી દીધો. સુમિત્રા મહાજને તાત્કાલીક ઇન્કાર કરી દીધો. સ્પીકરે કહ્યું કે, જો તમે આ ઓડિયો ટેપની પુષ્ટિ કરો છો અને તેની જવાબદારી લેખિતમાં આપો છો તો જ સંભળાવી શકો છો. જોકે, રાહુલે તરત કહ્યું કે શું તે ઓડિયો સંભળાવવાને બદલે તેની ટ્રાન્સસ્ક્રીપ્ટ વાંચી શકે છે. પરંતુ તેને લઈને પણ સુમિત્રા મહાજને મંજૂરી ન આપી.

આ પણ વાંચો, 'સેટિંગ' કરેલા ઇન્ટરવ્યૂમાં પણ રાફેલ પર ન બોલી શક્યા PM મોદી: રાહુલજેટલીએ રાહુલને કહ્યા જૂઠ્ઠા વ્યક્તિ
રાહુલે ઓડિયો ટેપ સંભળાવવાની મંજૂરી માંગતા નાણા મંત્રી અરુણ જેટલી ભડકી ગયા. જેટલીએ કહ્યું કે રાહુલ ગાંધી આ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યા, આ કારણ છે કે તેઓ આપને આશ્વાસન નથી આપી રહ્યા. ન તો તેઓ લેખિતમાં તેની પુષ્ટિ કરવા માંગે છે. જેટલીએ કહ્યું કે, છેલ્લા ભાષણમાં રાહુલ ગાંધીએ જે દાવો કર્યો હતો કે તેને ફ્રાન્સની સરકારે ઠુકરાવી દીધો હતો. તેનો મતલબ રાહુલ ગાંધી એક જૂઠ્ઠા વ્યક્તિ છે જે સતત ખોટા આરોપ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો, રાહુલના આક્ષેપ પર જેટલીનો વળતો વાર: એક પરિવાર માટે દેશની સુરક્ષા નહીં માત્ર પૈસા જરૂરી
First published: January 2, 2019
વધુ વાંચો
अगली ख़बर