રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખી PM મોદી માટે કવિતા, મોંઘવારી અને ખેડૂત મુદ્દા પર કહી આ વાત

News18 Gujarati
Updated: October 27, 2020, 2:18 PM IST
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખી PM મોદી માટે કવિતા, મોંઘવારી અને ખેડૂત મુદ્દા પર કહી આ વાત
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

"કાળા કાનૂનથી ખેડૂતો લાચાર છે, તેમનું સન્માન અને અધિકાર છીણવવામાં આવ્યું છે, હાથ પર હાથ રાખી બેઠી છે મોદી સરકાર, ખાલી પૂંજીપતિ મિત્રોનો થઇ રહ્યો છે ફાયદો" : રાહુલ ગાંધી

  • Share this:
વાયનાડ (Wayanad) લોકસભા સીટથી પર કોંગ્રેસ સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ હાલ એક પછી એક ટ્વિટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોદી સરકારના નિર્ણયો પર પ્રહાર કરી રહ્યા છે. Prime Minister Narendra Modi) ત્યારે હાલમાં તેમણે પોતાની ટ્વિટમાં પીએમ મોદી માટે 6 લાઇનની એક કવિતા લખી છે. અને આ દ્વારા પીએમ પર તંજ કસ્યો છે. હજી સુધી બિહાર ચૂંટણી મહોલથી દૂર ચાલ રહેલા રાહુલ ગાંધીએ શુક્રવારે રાજ્યના ચૂંટણી અભિયાનના રણશિંગું ફૂંક્યું હતું. તેમણે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ સાથે સંયુક્ત રેલી પણ કરી હતી.

રાહુલે ગુરુવારે એક ટ્વિટમાં દેશમાં મોંઘવારી અને ખેડૂત મુદ્દાને લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે સામાન્ય લોકો પર સતત પ્રહાર થઇ રહ્યો છે, હવે મોંઘવારીની તમામ હદો પાર થઇ ગઇ છે. કાળા કાનૂનથી ખેડૂતો લાચાર છે, તેમનું સન્માન અને અધિકાર છીણવવામાં આવ્યું છે, હાથ પર હાથ રાખી બેઠી છે મોદી સરકાર, ખાલી પૂંજીપતિ મિત્રોનો થઇ રહ્યો છે ફાયદો"
રાહુલ ગાંધીએ 23 ઓક્ટોબરના રોજ શુક્રવારે બિહારમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી છે.
રાહુલ પોતાની પહેલી રેલી નવાદા જિલ્લાના હિસુઆમાં તેજસ્વી યાદવ સાથે કરશે. ખાસ કરીને શુક્રવારથી જ પીએમ મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણી રેલીઓની શરૂ કરવા જઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ અને તેજસ્વીની રેલીમાં વામ દળના કેટલાક નેતાઓ પણ જોડાશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારી દરમિયાન પીએમએ 7મી વાર દેશને સંબોધિત કરી હતી. આ વાતની જાણકારી પીએમએ ટ્વિટ દ્વારા આપી હતી. ત્યારે આ પહેલા પણ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુછ્યું હતું કે ચીની સેનાને તે કંઇ તારીખે ભારતીય સીમાની બહાર ફેંકવાના છે તે પણ આ સંબોધનમાં જણાવો.

આ પહેલા પણ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ મોદી પર આ રીતના શાબ્દિક પ્રહાર તેમના ઓફિશિયલ ટ્વિટર પરથી કરતા આવ્યા છે.
Published by: Chaitali Shukla
First published: October 22, 2020, 4:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading