કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓએ એક ઓપન લેટર પણ જાહેર કર્યો છે. જેમાં તેઓએ કહ્યું કે મે કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાથે જ તેઓએ કહ્યું કે એક મહિના પહેલા નવા અધ્યક્ષની પસંદગી થઇ જવી જોઇએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે મોડું કર્યા વગર નવા અધ્યક્ષની પસંદગી ટૂંક સમયમાં થઇ જવી જોઇએ. હું આ પ્રક્રિયામાં ક્યાય નથી. મેં અગાઉ જ મારું રાજીનામું આપી દીધું છે અને હું હવે પાર્ટી અધ્યક્ષ નથી. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ મળેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાની ભલામણ કરી હતી. ત્યારબાદથી કોંગ્રેસ નેતા રાહુલને રાજીનામું પરત લેવા મનાવી રહ્યાં છે. પરંતુ રાહુલે સ્પષ્ટ કહ્યું કે હું નિર્ણય નહીં બદલું.