રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, વાયરસના મ્યૂટેશનને ટ્રેક કરવાની આપી સલાહ

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, વાયરસના મ્યૂટેશનને ટ્રેક કરવાની આપી સલાહ
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

રાહુલ ગાંધીએ પત્રમાં આરોપ કર્યો કે મોદી સરકારની ‘નિષ્ફળતા’ના કારણે દેશ ફરી એક વાર રાષ્ટ્રીય સ્તરના લૉકડાઉનના આરે આવીને ઊભો છે

 • Share this:
  નવી દિલ્હી. કૉંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કોરોના વાયરસ સંક્રમણના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં કોરોનાના મ્યૂટેશન (Coronavirus Mutation)ને સતત ટ્રેક કરવો જોઈએ. કૉંગ્રેસ નેતાએ કહ્યું કે, તમામ મ્યૂટેશન પર વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ વેક્સીન (Corona Vaccine)ને ટેસ્ટ કરવામાં આવે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના તમામ લોકોને ઝડપથી વેક્સીન આપવાનો પ્રબંધ કરવામાં આવે.

  રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને એવો આરોપ પણ કર્યો કે સરકારની ‘નિષ્ફળતા’ના કારણે દેશ ફરી એક વાર રાષ્ટ્રીય સ્તરના લૉકડાઉનના આરે આવીને ઊભો છે અને એવામાં ગરીબોને તાત્કાલિક આર્થિક મદદ આપવામાં આવે જેથી તેમને ગયા વર્ષની જેમ પીડામાંથી ન પસાર થવું પડે.  આ પણ વાંચો, કોરોના થયો બેકાબૂ! 24 કલાકમાં રેકોર્ડ 4.14 લાખ કેસ, એક્ટિવ કેસોએ ચિંતા વધારી

  ‘દેશ કોવિડ સુનામીના સકંજામાં આવી ગયો છે’

  રાહુલ ગાંધીએ પત્રમાં કહ્યું કે, હું આપને ફરી એક વાર પત્ર લખવા માટે વિવશ થયો છું કારણ કે આપણો દેશ કોવિડ સુનામીના સકંજામાં આવી ગયો છે. આ પ્રકારના અનપેક્ષિત સંકટમાં ભારતના લોકો આપની સૌથી અગત્યની પ્રાથમિકતા હોવા જોઈએ. હું આપને આગ્રહ કરું છું કે આપ દેશના લોકોને આ પીડાથી બચાવવા માટે જે પણ સંભવ હોય, તે કરો.

  આ પણ વાંચો, નહેરમાં વહી રહ્યા હતા હજારો રેમડિસિવિર ઇન્જેક્શન, બોક્સ પર લખ્યું હતું- Not For Sale

  તેઓએ વધુમાં કહ્યું કે, દુનિયાના દરેક 6 લોકોમાંથી એક વ્યક્તિ ભારતીય છે. આ મહામારીથી હવે એવું જાણવા મળ્યું છે કે આપણો આકાર, આનવંશિક વિવિધતા અને જટિલતાથી ભારતમાં આ વાયરસ માટે ખૂબ અનુકૂળ માહોલ મળે છે જેનાથી તે પોતાના સ્વરૂપ બદલ્યા તથા વધુ ખતરનાક સ્વરૂપમાં સામે આવ્યો. મને ડર એ વાતનો છે કે જે ‘ડબલ મ્યૂટેશન’ અને ‘ટ્રિપલ મ્યૂટેશન’ને આપણે જોઈ રહ્યા છીએ, તે પ્રારંભિક જ હોઈ શકે છે.

  રાહુલ ગાંધીએ આ ઉપરાંત આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારની પાસે કોવિડની વિરુદ્ધ રસીકરણને લઈ કોઈ સ્પષ્ટ રણનીતિ નથી અને સરકારે એ જ સમયે આ મહામારી પર વિજયની ઘોષણા કરી દીધી જ્યારે આ વાયરસ ફેલાઈ રહ્યો હતો. તેઓએ કહ્યું કે, ભારત સરકારની નિષ્ફળતાના કારણે આજે રાષ્ટ્રીય સ્તર પર લૉકડાઉન લાગુ થવાના આરે છે.
  Published by:Mrunal Bhojak
  First published:May 07, 2021, 12:35 pm

  ટૉપ ન્યૂઝ