Delhi Violence: રાહુલ ગાંધીએ કહ્યું - હિંસા અને નફરતે દિલ્હીનું ભવિષ્ય બરબાદ કર્યું

Delhi Violence: રાહુલ ગાંધીએ કહ્યું - હિંસા અને નફરતે દિલ્હીનું ભવિષ્ય બરબાદ કર્યું
Delhi Violence:રાહુલ ગાંધીએ કહ્યું - હિંસા અને નફરતે દિલ્હીનું ભવિષ્ય બરબાદ કર્યું

કોંગ્રેસ નેતાઓનું એક પ્રતિનિધીમંડળ દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારમાં મુલાકાત કરવા પહોંચ્યું, જેમાં રાહુલ ગાંધી પણ સામેલ છે

  • Share this:
    નવી દિલ્હી : નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ના સમર્થન અને વિરોધને લઈને ઉત્તર-પૂર્વી દિલ્હીના વિસ્તારમાં થયેલી હિંસાની ઘટનાઓ પછી શાંતિના પ્રયત્ન ચાલું છે. આ ઘટનાને લઈને રાજનીતિક પાર્ટીઓએ એકબીજા સામે પ્રહાર કરવાનું શરુ કરી દીધું છે. તાજો મામલો કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રવાસને લઈને આવ્યો છે. બુધવારે કોંગ્રેસ નેતાઓનું એક પ્રતિનિધીમંડળ દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારમાં મુલાકાત કરવા પહોંચ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ સામેલ છે.

    બ્રજપુરીમાં પબ્લિક સ્કૂલની બહાર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ જે સ્કૂલ છે તે હિન્દુસ્તાનનું ભવિષ્ય છે અને અહીં નફરત અને હિંસાએ તેને ખતમ કરી નાખી. આનાથી કોઈને ફાયદો થયો નથી. હિંસા અને નફરત પ્રગતિના દુશ્મન છે. હિન્દુસ્તાનને સળગાવવામાં આવી રહ્યું છે. તેનાથી ભારત માતાનો કોઈ ફાયદો નથી. બધાએ મળીને પ્રેમથી અહીં કામ કરવું પડશે. જ્યારે હિન્દુસ્તાનમાં હિંસા થાય છે, રાજધાનીમાં હિંસા થાય છે ત્યારે દુનિયામાં હિન્દુસ્તાનની પ્રતિષ્ઠા પર ચોટ પહોંચે છે. ભાઈચારો, એકતા, પ્રેમ હિન્દુસ્તાનની તાકાત હતી અને તેને અહીં સળગાવ્યા છે. હિસા અને નફરતની રાજનીતિએ દિલ્હીનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે.



    આ પણ વાંચો - CoronaVirusથી બચવા માટે બંગાળ BJP વહેંચી રહી છે 'MODI JI' ના નામ વાળા માસ્ક



    આ હિંસા પ્રભાવિત વિસ્તારમાં રાહુલ ગાંધીની મુલાકાત પર બીજેપી સાંસદ રમેશ બિધુડીએ પ્રહાર કર્યો છે. સાંસદ રમેશ બિધુડીએ બુધવારે કહ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કોરોનાવાયરસના કારણે અપનાવાતી અલગ-થલગ રહેવાની પ્રક્રિયાથી પસાર થવું જોઈએ અને પોતાની તપાસ કરાવવી જોઈએ. રાહુલ ગાંધી હાલમાં જ ઇટાલીથી પરત ફર્યા છે. મને નથી ખબર કે એરપોર્ટ પર તેમની તપાસ કરવામાં આવી કે નહીં. તેમણે પોતાનું મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ. જેથી ખબર પડી શકે કે તે આ જાનલેવા વાયરસથી સંક્રમિત છે કે નથી.
    Published by:Ashish Goyal
    First published:March 04, 2020, 19:10 pm

    ટૉપ ન્યૂઝ