કર્ણાટક: ચૂંટણી પહેલા ટિકિટ વહેંચણીમાં બબાલ, રાહુલ લેશે અંતિમ નિર્ણય

 • Share this:
  કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને કારણે વિવાદ થઈ ગયો હતો. રાજ્યમાં પાર્ટીના મોટા નેતા પોતાના સંબંધીઓ માટે ટિકિટ માંગી રહ્યાં હતાં. પરંતુ પાર્ટીના અન્ય નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. જો કે પાર્ટીએ વિવાદ ઉકેલવા માટે અધ્યક્ષ રાહુલ ગાંધીને કહેવડાવવામાં આવ્યું છે. આ બાબતે રાહુલ ગાંધી જે નિર્ણય લેશે તેને અંતિમ માનવામાં આવશે.

  કોંગ્રેસ પાર્ટીની આ લિસ્ટ ન્યૂઝ 18 પાસે છે. આ લિસ્ટમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર ડોક્ટર યથેન્દ્ર, ગૃહમંત્રી આર રામલિંગા રેડ્ડીની પુત્રી સૌમ્યા રેડ્ડી, સાત બાર કોલારના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કે. એચ. મુનિયપ્પાની પુત્રી રુપા, કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ બી શંકરાનંદના જમાઈ સિંધે ભીમસેન રાવ, પાર્ટીના વરિષ્ઠ નેતા માર્ગરેટ અલ્વાના પુત્ર નિવેદિત અલ્વા અને અન્ય ઘણાં નેતાઓના સંબંધીઓના નામ સામેલ છે.

  સૂત્રો પ્રમાણે એક બે દિવસમાં આ લિસ્ટને રાહુલ ગાંધીની મંજૂરી માટે મોકલી દેવામાં આવશે. ઓછામાં ઓછા 15 મંત્રી પોતાના સંબંધીઓ માટે જુગાડ કરવાની ફિરાકમાં છે.

  ગત સપ્તાહ ટિકિટ વહેંચણીના કારણે કોંગ્રેસ સ્ક્રિનીંગ કમિટિની બેઠકમાં હંગામો થયો હતો. પૂર્વ મુખ્યમંત્રી એમ વીરપ્પા મોઈલી અને પીડબ્લૂડી મંત્રી ડો. એચસી મહાદેવપ્પાની વચ્ચે ઘણો ઝગડો થયો હતો. વીરપ્પા મોઈલીએ રણ રપોતાના પુત્ર હર્ષ મોઈલી માટે ટિકિટની માંગ કરી હતી. આ બાદ તેમણે ટ્વિટટ કરીને કહ્યું હતું કે, કર્ણાટકમાં આગામી ચૂંટણીમાં પાર્ટી ટિકિટ માટે રૂપિયાની ભૂમિકા હશે. જો કે તેમણે આ ટ્વિટને પોસ્ટ કરવાની વાતને નકારી દીધી. આ પછી તેમણે પોતાના પુત્ર હર્ષનું નામ પરત ખેંચી લીધું હતું.
  Published by:Kaushal Pancholi
  First published: