Rahul Gandhi wayanad Office attack: પાર્ટીએ હુમલામાં વિદ્યાર્થી ફેડરેશન ઓફ ઈન્ડિયાની ભૂમિકા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ જાણકારી આપી હતી.
તિરુવનંતપુરમઃ કેરળના (kerala) વાયનાડમાં (wayanad Office) સ્થિત કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના (congress leader rahul gandhi) સાંસદ કાર્યાલયમાં (MP office) શુક્રવારે તોડફોડ થઈ હતી. પાર્ટીએ હુમલામાં વિદ્યાર્થી ફેડરેશન ઓફ ઈન્ડિયાની ભૂમિકા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ જાણકારી આપી હતી.
ભારતીય યુવા કોંગ્રેસે એક ટ્વીટમાં આરોપ લગાવ્યો છે કે એસએફઆઈના ઝંડા સાથેના ગુંડા રાહુલ ગાંધીની વાયનાડ કાર્યલયની દીવાલ ઉપર ચઢ્યા હતા અને તોડફોટ કરી હતી. આવી સ્થિતિ વચ્ચે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને વાયનાડમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઓફિસમાં થયેલા હુમલાની ઘટનાની નિંદા કરી હતી અને દોષીતો સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
ઘટના અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલીએ જણાવ્યું હતું કે, “આજે બપોરે 3 વાગ્યાની આસપાસ SFI કાર્યકરો અને નેતાઓના એક જૂથે વાયનાડના સાંસદ રાહુલ ગાંધીના કાર્યાલય પર બળજબરીથી અતિક્રમણ કર્યું હતું. તેણે ઓફિસના લોકો તેમજ રાહુલ ગાંધીના કર્મચારીઓ પર નિર્દયતાથી હુમલો કર્યો. અમને આનું કારણ ખબર નથી."
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, તેઓ કહે છે કે તેઓ બફર ઝોનના મુદ્દે આંદોલન કરી રહ્યા છે. મને ખબર નથી કે આ મામલે રાહુલ ગાંધીની શું ભૂમિકા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, જો તે મુદ્દામાં કંઈ કરી શકાય છે, તો તે કેરળના મુખ્યમંત્રી કરી શકે છે."
રાહુલ ગાંધીના કાર્યાલય પરના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરતા કેસી વેણુગોપાલે કહ્યું કે, વાયનાડના સામાન્ય લોકોને જોઈને રાહુલ ગાંધીએ મુખ્યમંત્રીને પત્ર લખીને તેમની દરમિયાનગીરીની માંગ કરી હતી. તેઓએ વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે, પરંતુ અમને એ સમજાતું નથી કે આ SFI છોકરાઓ રાહુલ ગાંધીની ઓફિસ તરફ કૂચ કેવી રીતે કરી રહ્યા છે અને તેમના પર હુમલો કરી રહ્યા છે.
#WATCH | Kerala: Congress MP Rahul Gandhi's office in Wayanad vandalised.
Indian Youth Congress, in a tweet, alleges that "the goons held the flags of SFI" as they climbed the wall of Rahul Gandhi's Wayanad office and vandalised it. pic.twitter.com/GoCBdeHAwy
કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ ઘટના પોલીસની હાજરીમાં થઈ હતી અને તેમાં સીપીએમનું ષડયંત્ર પણ દેખાઈ રહ્યું છે. કેસી વેણુગોપાલે કહ્યું, “આ બધું પોલીસની હાજરીમાં થયું. આ ઘટનામાં સીપીએમ નેતૃત્વનું સ્પષ્ટ ષડયંત્ર છે. ED છેલ્લા 5 દિવસથી રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. તે પછી પણ મને ખબર નથી કે કેમ કેરળ સીપીએમ કેન્દ્ર સરકારની જેમ વાયનાડ સાંસદ પર હુમલો કરવાના માર્ગે જઈ રહી છે. મને લાગે છે કે સીતારામ યેચુરી જરૂરી પગલાં લેશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર