Home /News /national-international /હાથરસ જઈ રહેલા રાહુલ સાથે ધક્કામુક્કી થતા પડી ગયા, કહ્યું - પોલીસે મને ધક્કો માર્યો, લાઠી મારી

હાથરસ જઈ રહેલા રાહુલ સાથે ધક્કામુક્કી થતા પડી ગયા, કહ્યું - પોલીસે મને ધક્કો માર્યો, લાઠી મારી

પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરી

પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરી

    નોઇડા : હાથરસ ગેંગરેપ કેસ (Hathras Gangrape)મામલે કોંગ્રેસનો (Congress)આક્રોશ રસ્તા પર જોવા મળી રહ્યો છે. આ ક્રમમાં પીડિત પરિવારને મળવા માટે રાહુલ ગાંધી (Rahul Gandhi)અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)હાથરસ માટે રવાના થયા છે. યુમના એક્સપ્રેસવે પર જ્યારે પોલીસે તેમને અટકાવ્યા તો તે પોતાની ગાડીમાંથી ઉતરી પગપાળા જ હાથરસ માટે નીકળી પડ્યા હતા. આ વચ્ચે એક તસવીર પણ જોવા મળી છે કે જેમાં રાહુલ ગાંધી ધક્કા મુક્કી પછી જમીન પર પડી ગયા હતા. આ પછી તેમની સુરક્ષામાં લાગેલા જવાનોએ તેમને ઉભા કર્યા હતા. રાહુલનો આરોપ છે કે પોલીસે તેમને ધક્કો માર્યો અને લાઠીઓ પણ મારી હતી.

    પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરી છે. જાણકારી પ્રમાણે રાહુલ અને પ્રિયંકાની અટકાયત કરી જેવર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.

    આ પણ વાંચો - જમ્મુ કાશ્મીર : પાકિસ્તાને સરહદ પર ફરી ફાયરિંગ કર્યું, 2 જવાન શહીદ, 4 ઇજાગ્રસ્ત

    રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે પોલીસે મને ધક્કો માર્યો છે. લાઠી મારી અને મને જમીન પર ફેંકી દીધો. હું પુછવા માંગું છું કે શું આ દેશમાં ફક્ત મોદી જીને પગપાળા ચાલવાનો અધિકાર છે. અમારા જેવા સામાન્ય લોકો પગપાળા ચાલી શકે નહીં. અમારી ગાડીઓ રોકવામાં આવી તેથી અને પગપાળા ચાલી રહ્યા છીએ.



    આ મામલે બીજેપીના પ્રવક્તા ચંદ્રમોહને કહ્યું કે બંને ભાઈ-બહેન રાજનીતિક રોટલી શેકવા માટે રસ્તા પર ડ્રામા કરી રહ્યા છે. જ્યારે તેમને એ વાતની જાણકારી આપી દેવામાં આવી હતી કે કલમ 144 લાગુ છે તો પછી કેમ કાયદાનું પાલન કરી રહ્યા નથી. જ્યારે તેમની ગાડીઓ રોકવામાં આવી તો ચાલીને જઈને શું બતાવવા માંગે છે. આ કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે. આરોપી જેલમાં છે. પરિવારની બધી જ મદદ કરવામાં આવી રહી છે. બીજેપી પ્રવક્તાએ કહ્યું કે આ ફક્ત રાજનીતિ માટે ડ્રામા કરવામાં આવી રહ્યો છે.
    First published: