રાહુલ ગાંધીનો આ ફોટો કેમ થયો Viral? પાછળ લટકતી ફોટો ફ્રેમમાં શું છે ખાસ?

રાહુલ ગાંધીનો આ ફોટો કેમ થયો Viral? પાછળ લટકતી ફોટો ફ્રેમમાં શું છે ખાસ?
રાહુલ ગાંધીના બેકગ્રાઉન્ડમાં દેખાતી માઉન્ટ એવરેસ્ટની તસવીર કોણે ક્લિક કરી છે? જાણો વાયરલ થવા પાછળનું કારણ

રાહુલ ગાંધીના બેકગ્રાઉન્ડમાં દેખાતી માઉન્ટ એવરેસ્ટની તસવીર કોણે ક્લિક કરી છે? જાણો વાયરલ થવા પાછળનું કારણ

  • Share this:
    અમદાવાદ. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મંગળવારે કૉંગ્રેસ તરફથી કોરોના શ્વેત પત્ર (Covid White Paper) જાહેર કર્યો હતો. આ શ્વેત પત્રમાં મોદી સરકાર (Modi Government)ને ત્રીજી લહેર માટે તૈયારી કરવા માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા. આ વીડિયો કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકારના કોવિડ મેનેજમેન્ટ (Corona Mismanagement)ને લઈ અનેક સવાલ પણ ઉઠાવ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ (Social Media Users)નું ધ્યાન રાહુલ ગાંધીની પાછળ લટકતી ફોટો ફ્રેમ પર ગઈ હતી અને તે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ. આ ફોટો ફ્રેમમાં બરફથી ઢંકાયેલી પહાડીઓ જોવા મળી રહી છે. આ તસવીરના ખૂબ વખાણ થઈ રહ્યા છે, ચાલો જાણીએ તેની પાછળનું કારણ...

    મૂળે, રાહુલ ગાંધીની પાછળ જોવા મળી રહેલી તસવીર માઉન્ટ એવરેસ્ટની છે અને આ તસવીર તેમના ભાણીયા રેહાન રાજીવ વાડ્રા (Raihan Rajiv Vadra)એ ક્લિક કરેલી છે. આ તસવીરને રેહાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેબ્રુઆરી મહિનામાં શૅર કરી હતી. તેમાં કેપ્શન લખ્યું હતું કે, ‘દુનિયાના ટૉપ પર. માઉન્ટ એવરેસ્ટ આકાશમાંથી.’



    રાહુલ ગાંધીની વીડિયો કોન્ફરન્સ બાદ રેહાને ખેંચેલી માઉન્ટ એવરેસ્ટની તસવીરના લોકો ખૂબ વખાણ કરવા લાગ્યા. આર્કિટેક્ટ સીતૂ મહાજન કોહલી (Seetu Mahajan Kohli)એ રેહાન રાજીવ વાડ્રાને ટેગ કરીને લખ્યું કે, મને પાછળની તસવીર ખૂબ પસંદ આવી છે. તે ગોર્જિયસ છે. શું તે આપની છે રેહાન?

    આ પણ વાંચો, College Admission 2021: હાલ કોલેજોમાં નહીં થાય એડમિશન, સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી

    સીતૂ મહાજન કોહલીના સવાલના જવાબમાં રેહાન વાડ્રાએ લખ્યું કે, ‘હા, તે એક ફોટોગ્રાફર છે.’ તો સીતૂએ તસવીરના વધુ વખાણ કરતાં કહ્યું કે, ‘સ્ટર્નિંગ રેહાન. તમે પહેલાથી જ મારા ફેવરિટ ફોટોગ્રાફર છો. આપના ફોટોગ્રાફે મારા ઇન્ટીરિયર્સમાં પ્રાણ પૂર્યા છે.’ તેના જવાબમાં રેહાને કહ્યું કે, ‘આભાર, મને ખુશી છે કે આપને મારું કામ પસંદ આવ્યું.’

    આ પણ વાંચો, LPG Connection: ખુશખબરી! સરકાર આપશે ફ્રી ગેસ કનેક્શન, જાણો અરજી કરવાની તમામ પ્રોસેસ

    કોણ છે રેહાન રાજીવ વાડ્રા?

    રેહાન રાજીવ વાડ્રા, રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) અને તેમના પતિ રોબર્ટ વાડ્રા (Robert Vadra)નો દીકરો છે. તે 20 વર્ષની ઉંમરનો છે એક ફોટોગ્રાફર છે. રેહાન ઇન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફી પેજ પણ ચલાવે છે. તે પોતાના ઇન્સ્ટા પેજ પર નિયમિત રીતે પોતે પાડેલી તસવીરોને શૅર કરતો રહે છે.
    Published by:Mrunal Bhojak
    First published:June 23, 2021, 12:18 IST

    ટૉપ ન્યૂઝ