મોદી-અંબાણીની દોસ્તી મામલે રાહુલ ગાંધીએ ગાયું, "યે દોસ્તી હમ નહીં તોડેંગેં"

News18 Gujarati
Updated: October 22, 2018, 2:35 PM IST
મોદી-અંબાણીની દોસ્તી મામલે રાહુલ ગાંધીએ ગાયું,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી રફાલ ડિલ મામલે મોદીને ઘેરી રહ્યા છે અને કહે છે, ‘ચોકીદાર જ ચોર’ છે.

  • Share this:
કોંગ્રેસ પ્રમુખ રાહલુ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીની અજોડ દોસ્તી વિશે ટોણો મારતા શોલે ફિલ્મનું પ્રખ્યાત ગીત યાદ કરી કર્યું હતું.

રાહલુ ગાંધીએ રફાલ ડિલ વિશે મોદી અને અંબાણીની દોસ્તી વિશે શોલે ફિલ્મનું યે દોસ્તી હમ નહીં તોડેંગે ગીત યાદ કરી ટોણો માર્યો હતો અને મોદીની ઉદ્યોગપતિ અંબાણી તરફના લગાવ વિસે વાત કરી હતી.

રાહુલ ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે, મોદીની અનિલ અંબાણી સાથેની દોસ્તીના કારણે રફાલ ડિલનો 30,000 કરોડનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને મળ્યો છે.

રાહુલ ગાંધીએ 17 સેકન્ડનો એક વીડિયો તેમના ટ્વીટર એકાઉન્ટ પર લોડ કર્યો હતો. વીડિયોમાં મોદી અને અનિલ અંબાણી એક સાતે હસતાં દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં યે દોસ્તી હમ નહી તોડેંગે ગીત વાગે છે. રાહુલ ગાંધી છેલ્લા ઘણા મહિનાઓથી મોદી સરકારને રફાલ ફાઇટર જેટની ખરીદીને લઇને સરકારને ઘેરી રહ્યાં છે અને મોદી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે. રાહુલ ગાંધી મોદી વિશે કહે છે કે, ‘ચોકીદાર જ ચોર’ છે.

આ પણ વાંચો: ….ને રાહુલ ગાંધીએ દાન માટે કાઢેલી રૂ.500ની નોટ પાછી ખિસ્સામાં મૂકી દીધી

કોંગ્રેસ રફાલ ડિલ મામલે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે અને આ મામલે ડિલની કિંમત અને અન્ય વિગતો જાહર કરવા માટે દબાણ ઉભુ કરી રહી છે

 
First published: October 22, 2018, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading