રાહુલ ગાંધીએ કહ્યું - PDSનો લાભ નથી ઉઠાવી શકતા લોકો, તાત્કાલિક રેશનકાર્ડ જારી કરે સરકાર

News18 Gujarati
Updated: April 15, 2020, 11:04 PM IST
રાહુલ ગાંધીએ કહ્યું - PDSનો લાભ નથી ઉઠાવી શકતા લોકો, તાત્કાલિક રેશનકાર્ડ જારી કરે સરકાર
રાહુલ ગાંધીએ કહ્યું - PDSનો લાભ નથી ઉઠાવી શકતા લોકો, તાત્કાલિક રેશનકાર્ડ જારી કરે સરકાર

પશ્ચિમ એશિયામાં કોવિડ-19ના સંકટ અને વેપાર બંધ થવાના કારણે હજારો ભારતીય કામદાર ઘણા મુશ્કેલમાં છે - રાહુલ ગાંધી

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસના (Congress)પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ બુધવારે સરકારને આગ્રહ કર્યો છે કે રેશનકાર્ડ ના હોવાના કારણે સાર્વજનિક વિતરણ પ્રણાલી (પીડીએસ)નો લાભ નહીં ઉઠાવી શકતા લોકોને તાત્કાલિક રેશનકાર્ડ જારી કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે કોરોના સંકટના કારણે પશ્ચિમ એશિયન દેશોમાં હજારો ભારતીય કામદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવા સમયે સરકારે તેમને પાછા લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ સંકટમાં તાત્કાલિક રેશનકાર્ડ જારી કરવામાં આવે. આ તે બધા માટે હોય જે આ લોકડાઉનમાં અનાજ મેળવવા માટે ઝઝુમી રહ્યા છે. તેમના મતે લાખો દેશવાસી રેશનકાર્ડ વગર પીડીએસનો લાભ ઉઠાવી શકતા નથી. અનાજ ગોડાઉનમાં સડી રહ્યા છે, જ્યારે સેકડો ભૂખ્યા પેટ રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિ અમાનવીય છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે પશ્ચિમ એશિયામાં કોવિડ-19ના સંકટ અને વેપાર બંધ થવાના કારણે હજારો ભારતીય કામદાર ઘણા મુશ્કેલમાં છે. સરકારે આપણા ભાઈઓ-બહેનોને પાછા લાવવા માટે વિમાનની વ્યવસ્થા કરવી જોઈએ.આ પહેલા રાહુલ ગાંધીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે કોરોના વાયરસની તપાસ માટે જરુરી કિટ ખરીદવામાં મોડુ કરવામાં આવ્યું, જેના કારણે આજે દેશમાં કિટની ખોટ છે અને તપાસના મામલે બીજા દેશોના મુકાબલે ભારત ઘણું પાછળ રહ્યું છે.
First published: April 15, 2020, 11:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading