રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર સાધ્યું નિશાનઃ બે કરોડ નોકરીઓ આપવાનો વાયદો હતો, 14 કરોડ થયા બેરોજગાર

News18 Gujarati
Updated: August 9, 2020, 7:36 PM IST
રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર સાધ્યું નિશાનઃ બે કરોડ નોકરીઓ આપવાનો વાયદો હતો, 14 કરોડ થયા બેરોજગાર
રાહુલ ગાંધીની તસવીર

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ સરકારને ઉંઘમાંથી જગાડવાની ખૂબ જ જરૂર છે. આ દેશના ભવિષ્યનો પ્રશ્ન છે.

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Government)ને ક્યારેક મેહુલ ચોક્સી, તો ક્યારેક રાફેલ જેવા મુદ્દા ઉપર ઘેરનારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હવે બેરોજગારીના (Unemployment) મુદ્દા ઉપર સરકારને ઘેરી હતી. યુથ કોંગ્રેસના સ્થાપના દિવસ ઉપર (Youth Congress Foundation Day) રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે 'દેશના યુવાઓની મનની વાતઃ રોજગાર આપો મોદી સરકાર'

દેશની સામાન્ય જનતાથી કોંગ્રેસના રોજગાર આપો અભિયાન સાથે જોડાવવા માટે અપીલ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ સરકારને ઉંઘમાંથી જગાડવાની ખૂબ જ જરૂર છે. આ દેશના ભવિષ્યનો પ્રશ્ન છે. આ મેસેજની સાથે રાહુલ ગાંધીએ એક વીડિયો રજૂ કર્યો હતો.

પોતાના વીડિયો સંદેશમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે દેશના યુવાઓને વચન આપ્યું હતું કે દર વર્ષે 2 કરોડ યુવાઓને રાજગાર આપશે. બહુ મોટું સપનું દેખાડ્યું. સચ્ચાઈ એ છે કે 14 કરોડ લોકોને મોદીજીની નીતિઓને બેરોજગાર બનાવી દીધા છે. નોટબંધી, ખોટી જીએસટી અને પછી લોકડાઉન. આ ત્રણ ચીજોએ ભારતના આર્થિક ઢાંચાને ખતમ કરી દીધો છે.

આ પણ વાંચોઃ-corona અંગે ઓગસ્ટમાં પહેલા નંબર ઉપર ભારત, દુનિયામાં સૌથી વધારે નવા કેસ આપણા દેશમાં નોંધાયા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ છૂટાછેડા બાદ બહેન ફરીથી દેહવેપાર કરશે, બે સગા ભાઈઓએ બહેનની હત્યા કરી લૂંટ ચલાવી

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પુત્ર પ્રાપ્તી માટે તાંત્રિક પાસે ગઈ બે પુત્રીઓની માતા, શરીરમાં ખીલી ઠોકી દેતાં થયું મોતદરેક રસ્તે આ મુદ્દો ઉઠાવશે યુથ કોંગ્રેસ
રાહુલ ગાંધીએ કહ્યું કે મને ખુબ જ ખુશી છે કે આ મુદ્દે યુથ કોંગ્રેસ દરેક કશ્બામાં, દરેક સડક ઉપર ઉઠાવશે. યુથ કોંગ્રેસ સંપૂર્ણદમ સાથે બેરોજગારીના મુદ્દાને ઉઠાવવા જઈ રહી છે. રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી છે કે રોજગાર આપો અભિયાનમાં જોડાય અને યુથ કોંગ્રેસ સાથે મળીને દેશના યુવકોને રોજગાર અપાવે.

કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે ટ્વીટ કર્યું છે કે, 'બીજેપીએ વાયદો કર્યો હતો કે એક વર્ષમાં બે કરોડ નોકરીઓ આપશે. પરંતુ તેમની નીતિઓના કારણે દશકોમાં સૌથી વધારે બેરોજગારી દર અને લાખોની નોકરીઓ જતી રહી. જ્યારે દેશના યુવાઓ પાસે રોજગારનો અવરસર નથી. તો દેશ કેવી રીતે આગળ વધી શકે? રોજગાર આપો અભિયાન સાથે જોડાઓ અને પોતાનો અવાજ ઉઠાવો.'
Published by: ankit patel
First published: August 9, 2020, 7:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading