દિલ્હીમાં ગઠબંધન મામલે રાહુલ ગાંધી અને કેજરીવાલ વચ્ચે ટ્વીટર યુદ્ધ

News18 Gujarati
Updated: April 15, 2019, 8:33 PM IST
દિલ્હીમાં ગઠબંધન મામલે રાહુલ ગાંધી અને કેજરીવાલ વચ્ચે ટ્વીટર યુદ્ધ
News18 Gujarati
Updated: April 15, 2019, 8:33 PM IST
આ વખતે લોકસભા ચૂંટણીમાં દિલ્હીનું રાજકારણ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે દિલ્હીમાં ગઠબંધનને લઇને મડાગાંઠ યથાવત છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સમગ્ર મામલે ટ્વીટર ચોખવટ કરી દીધી, તો આ ચોખવટથી અરવિંદ કેજરીવાલ રોષે ભરાયા અને તેઓએ પણ ખુલ્લેઆમ ટ્વીટ કરી પલટવાર કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ હતું કે 'અમારા દરવાજા આમ આદમી પાર્ટી માટે ખુલ્લા છે. અમે AAPને દિલ્હીમાં 4 સીટ આપવા તૈયાર છીએ પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દર વખતે યૂ-ટર્ન લઇ રહ્યાં છે. તેઓએ લખ્યું કે હવે સમય ખૂબ જ ઓછો છે.'

અહીં ક્લિક કરી વાંચોઃ આ વર્ષે સામાન્ય રહેશે ચોમાસું, નબળું પડી શકે છે અલનીનો: IMD રિપોર્ટ

 તો રાહુલ ગાંધીના ટ્વીટ બાદ અરવિંદ કેજરીવાલે પલટવાર કર્યો છે. તેઓએ કહ્યું કે લોકસભા ચૂંટણીને લઇને દિલ્હીમાં ગઠબંધન પર રાહુલ ગાંધીની ઇચ્છા નથી. કેજરીવાલે ટ્વીટર પર લખ્યું કે કેવો 'યૂ-ટર્ન ? હજી તો વાતચીત ચાલી રહી હતી. તમારું ટ્વીટ દર્શાવે છે કે ગઠબંધન તમારી ઇચ્છા નહીં પરંતુ માત્ર દેખાવ છે. મને દુખ છે કે તમે નિવેદનબાજી કરી રહ્યાં છો. આજે દેશને મોદી-શાહના ખતરાથી બચાવવાનો જરૂરી છે. દુર્ભાગ્ય છે કે તમે યુપીમાં અને અન્ય રાજ્યોમાં પણ મોદી વિરોધી મતમાં ભાગલા પાડી રહ્યાં છો. આવું કરવાથી મોદીને મદદ થશે'

 રાહુલ ગાંધીના ટ્વીટ પર આપ નેતા સંજય સિંહે જવાબ આપતાં કહ્યું કે પંજાબમાં AAPના 4 સાંસદ અને 20 ધારાસભ્ય છે. કોંગ્રેસ પંજાબમાં આપને એક પણ સીટ નથી આપવા ઇચ્છતી. હરિયાણામાં જ્યાં કોંગ્રેસના એક સાંસદ છે ત્યાં પણ કોંગ્રેસ આપને એકપણ સીટ નથી આપવા ઇચ્છતી. આવી રીતે દિલ્હીમાં જ્યાં કોંગ્રેસના એક પણ સાંસદ નથી ત્યાં તમે અમારી સાથે ત્રણ સીટ પર સમજૂતી કરવાનું કહી રહ્યાં છો, શું આવી હોય છે સમજૂતી ? તમે અન્ય રાજ્યોમાં ભાજપને કેમ રોકવા નથી ઇચ્છતા ?
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...