રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું

News18 Gujarati
Updated: May 2, 2020, 10:21 PM IST
રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું
રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું

સરકારે હવે બધા સાર્વજનિક અને ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે કોન્ટેક્ટ ટ્રેકિંગ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજિયાત કરી દીધો છે

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના (Corona virus) વધતા કેસને જોતા લોકડાઉન (Lockdown)નો ગાળો બે સપ્તાહ સુધી વધારી દેવામાં આવ્યો છે. લોકડાઉનનો ગાળો વધાર્યા પછી સરકારે હવે બધા સાર્વજનિક અને ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે કોન્ટેક્ટ ટ્રેકિંગ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજિયાત કરી દીધો છે. એક તરફ કેન્દ્ર સરકાર આરોગ્ય સેતુ એપ (Arogya Setu app)નો વિસ્તાર કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુ એપ પર સવાલ ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધીએ (Rahul Gandhi)ટ્વિટ કરીને કહ્યું કે આરોગ્ય સેતુ એપ એક પરિષ્કૃત નજર રાખનારી પ્રણાલી છે, જે એક પ્રાઇવેટ ઓપરેટર દ્વારા આઉટસોર્સ છે. જેમાં કોઈ સંસ્થાગત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું નથી. આ એપ પ્રત્યે ગંભીર ડેટા સુરક્ષા અને ગોપનીયતા સંબંધી ચિંતાઓ છે. ટેકનિક આપણને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે પણ એક યૂઝરની સહમતિ વગર નાગરિકોને ટ્રેક કરવા જોઈએ નહીં. ભયના નામે લાભ ઉઠાવવો ખોટું છે.

આ પણ વાંચો - સેનાના હેલિકોપ્ટર કોવિડ-19 દર્દીઓની સારવાર કરી રહેલી હોસ્પિટલો પર ફૂલ વર્ષાવશે

50 મિલિયનથી વધારે ડાઉનલોડ થઈ ચુકી છે એપ
આરોગ્ય સેતુ એપની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. આરોગ્ય સેતુ એપનો ઉદ્દેશ્ય કોરોના વાયરસની (Covid-19) ચેઈનને તોડવા માટે પ્રભાવી ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. ગુગલ પ્લે પર આ એપને અત્યાર સુધી 50 મિલિયનથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે. આ એપને ગૃહ મંત્રાલય દ્વારા ખાનગી અને સાર્વજનિક બંને સેક્ટરના બધા કર્મચારીઓ માચે ફરજિયાત કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
First published: May 2, 2020, 10:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading