Home /News /national-international /

CBSE લીક કેસઃ રાહુલે કહ્યું- 'હર ચીજ લીક હૈ, ચોકીદાર વીક હૈ'

CBSE લીક કેસઃ રાહુલે કહ્યું- 'હર ચીજ લીક હૈ, ચોકીદાર વીક હૈ'

    સીબીએસઈના પેપર લીક મામલે હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટ કરીને ટોન્ટ મારતા કહ્યું હતું દેશના વડાપ્રધાન મોદી વીક છે. રાહુલે ટ્વિટ કરીને ડેટા લીક, આધાર લીક, એસએસસી લીક, ઇલેક્શન લીક અને પેપર લીક મામલે સરકારને જવાબદારી ગણાવી હતી. રાહુલે ટ્વિટ કર્યું કે, 'કેટલા લીક? ડેટા લીક, આધાર લીક, SSC પેપર લીક, સીબીએસઈ પેપર લીક. દરેક વસ્તુ લીક છે, ચોકીદાર વીક છે.'


    આ પહેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની નમો એપનો ડેટા અમેરિકાની કંપનીને મોકલવામાં આવતો હોવા અંગે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે નમો એપ તમારી જાણ વગર તમારો, તમારા પરિવાર અને તમારા મિત્રનો ડેટા ચોરી કરે છે. એટલે સુધી કે આ એપ્લિકેશન તમારું જીપીએસ લોકેશન પણ ટ્રેક કરે છે.

    તેમણે ટ્વિટ કર્યું હતું કે વડાપ્રધાન મોદી વ્યક્તિગત ડેટાબેઝ બનાવવા માટે લોકોના ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. જો તેમણે લોકો સાથે જોડાવવું હોય તો પીએમઓની અધિકારિક એપનો ઉપયોગ કરવો જોઈએ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CBSE paper leak, Congress president, Tweet, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन