Home /News /national-international /

'ડીલમાં કંઈક કાળું છે': રાહુલ ગાંધીએ અરુણ જેટલીને કહ્યા 'Jaitlie'

'ડીલમાં કંઈક કાળું છે': રાહુલ ગાંધીએ અરુણ જેટલીને કહ્યા 'Jaitlie'

રાહુલ ગાંધી અને અરુણ જેટલી (ફાઈલ તસવીર)

જેટલીના આવા નિવેદનના જવાબમાં રાહુલ ગાંધી ટ્વિટ કરીને તેમને ખોટા ગણાવ્યા હતા.

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાફેલ ડીલને લઈને નાણા મંત્રી અરુણ જેટલી પર ટ્વિટ કરી હુમલો કરી દીધો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જેટલીને 'Jaitlie'લખીને એ બતાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ ખોટું બોલી રહ્યા છે. આવું બીજી વખત બન્યું છે જ્યારે રાહુલ ગાંધીએ નાણા મંત્રી જેટલી પર આવો પ્રહાર કર્યો છે.

  આ પહેલા નાણા મંત્રી અરુણ જેટલીએ એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ ગઠબંધન સરકારે ક્યારેય રક્ષા સોદાઓનો લઈને જોડાયેલી ડીલ અંગે કિંમતો જાહેર કરી ન હતી.

  જેટલીના આવા નિવેદનના જવાબમાં રાહુલ ગાંધી ટ્વિટ કરીને તેમને ખોટા ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે તમારા જુઠ્ઠાણાને લોકોની સામે મૂકવા માટે અહીં કિંમતો અંગે સંપૂર્ણ પારદર્શકતા સાથે યુપીએના ત્રણ સંસદીય જવાબ રજુ કરવામાં આવ્યા છે. ટ્વિટ સાથે રાહુલ ગાંધીએ આઈએનએસ વિક્રમાદિત્યની ખરીદી સાથે જોડાયેલા સવાલ પર 2010માં તત્કાલિન યુપીએ સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબની કોપી પણ મૂકી હતી.

  જેટલીએ રાફેલ ડીલ પર એનડીએ સરકારનો બચાવ કરતા બુધવારે કહ્યું હતું કે, જ્યારે યુપીએનું શાસન હતું ત્યારે સંરક્ષણ મંત્રી પ્રણવ મુખરજી અને એ.કે.એન્ટનીએ 15 વખત સંસદમાં એવું કહ્યું હતું કે, આવી જાણકારી આપવી રાષ્ટ્રની સુરક્ષા માટે યોગ્ય નથી.  તેમણે રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે કોંગ્રેસ અધ્યક્ષે મુખરજી પાસે જેવું જોઈએ અને તેમની પાસેથી રાષ્ટ્રીય સુરક્ષાની શીખ લેવી જોઈએ.

  નોંધનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જેટલીને આવી જ રીતે સંબોધ્યા કર્યા હતા. આ અંગે બીજેપી સાંસદ ભૂપેન્દ્ર યાદવે તેમની વિરુદ્ધ સંસદમાં એક વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ વેકૈંયા નાયડૂએ હાલમાં તેને આગળની કાર્યવાહી માટે લોકસભાના અધ્યક્ષ પાસે મોકલી દીધો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Finance Minister, Rahul gandhi tweet, અરૂણ જેટલી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन