કર્ણાટક ચૂંટણીના પરિણામે ધીમે ધીમે સામે આવી રહ્યા છે. ત્રણ વાગ્યાના સુધીના પરિણામ પર નજર કરવામાં આવે તો અહીં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતિ નથી મળી રહી. શરૂઆતમાં કોંગ્રેસને ધોબીપછાટ બાદ ટ્વિટર પર યુઝર્સે રાહુલ ગાંધીની ટ્રોલ કર્યા હતા. લોકો અવનવા જોડકણાં જોડીને રાહુલ ગાંધીની મજાક ઉડાવી રહ્યા છે.
જો બીજેપી આજે અહીં પોતાની સરકાર બનાવે છે તો તે દેશના 21 રાજ્યમાં તેની સરકાર બનાવી લેશે. જ્યારે કોંગ્રેસ ફક્ત પંજાબ અને પુડ્ડુચેરીમાં પૂરતી સિમિત રહી જશે. બીજેપી માટે આ ઉત્સવની ક્ષણ હશે, કારણ કે તે એક પછી એક રાજ્યમાં પોતાની જીત નોંધાવી રહી છે.
બીજેપીને જીત મળતી જોઈને લોકો કેવી કેવી રીતે રાહુલ ગાંધીની મજાક ઉડાવી રહ્યા છે તેના પર એક નજર કરીએ:
એક ટ્વિટર યુઝરે રાહુલ ગાંધી અને મોદીની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'મિસ્ટર મોદી, મને કંઈ પણ સારું નથી લાગી રહ્યું.'
બીજા એક ટ્વિટર યુઝરે બે ફિલ્મ અભિનેતાની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'લોકોનો દર ચૂંટણીમાં રાહુલ ગાંધીને જવાબ.'
અન્ય એક ટ્વિટર યુઝરે એક ક્રિકેટનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં બે કેચ કરી રહેલા ખેલાડીઓ પર મોદી અને રાહુલનું માસ્ક મૂકી દેવામાં આવ્યું છે. વીડિયોમાં રાહુલનું માસ્ક પહેરેલા ખેલાડીથી કેચ છૂટી જાય છે તો મોદીના માસ્કવાળો ખેલાડી કેચ પકડી લે છે. આને લઈને યુઝરે કેપ્શન લખ્યું છે કે 'કર્ણાટકનું પરિણામ 8 સેકન્ડમાં.'
વધુ એક યુઝરે રાહુલ ગાંધીના ચૂંટણી ભવિષ્ય અંગે ભવિષ્યવાણી કરી હતી. તેણે લખ્યું છે કે, 'ભવિષ્યમાં રાહુલ ગાંધી જ ચૂંટણી જીતશે પરંતુ હમણા નહીં, બહુ બધા વર્ષો પછી.'
The future belongs to Rahul Gandhi. The distant future.
ટ્વિટર યુઝરે લખ્યું છે કે, 'જ્યારે તમે અનુભવો છો કે દેશના લોકોએ સ્વચ્છ ભારત અભિયાનને બહુ ગંભીરતાથી લઈ લીધું છે અને 20 રાજ્યમાંથી તમારો સફાયો થઈ ગયો છે.'
નોંધનીય છે કે કર્ણાટકમાં 224માંથી 222 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ત્રણ રાજકીય પાર્ટી, કોંગ્રેસ, જેડીએસ અને ભાજપ વચ્ચે લડાઈ હતી. જોકે, સીધી ટક્કર તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર