Home /News /national-international /કેમ્બ્રિજમાં જ્યારે રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરનો કિસ્સો જણાવ્યો- 'આતંકવાદીએ મને જોયો અને મેં તેને'
કેમ્બ્રિજમાં જ્યારે રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરનો કિસ્સો જણાવ્યો- 'આતંકવાદીએ મને જોયો અને મેં તેને'
રાહુલ ગાંધીએ સરકાર પર જાસૂસીનો આરોપ લગાવ્યો હતો. (ક્રેડિટ/ટ્વિટર/@INCIndia)
Rahul Gandhi at Cambridge University: રાહુલ ગાંધીએ કહ્યું કે, હાલમાં દુનિયામાં લોકતાંત્રિક માહોલને પ્રોત્સાહન આપવાની જરૂર છે. માટે તે જરૂરી છે કે તમામ લોકોની વાતો સાંભળવામાં આવે. તેમણે કહ્યું કે, સાંભળવાની કળા ખુબ જ જરૂરી છે.
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેમ્બ્રિજ યુનિવર્સિટી (cambridge university)માં પોતાના સંબોધન દરમિયાન ઘણા મોટા નિવેદનો આપ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત જોડો યાત્રાનો એક કિસ્સો પણ શેર કર્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે જ્યારે તેઓ પોતાની યાત્રા દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં હતા ત્યારે તેમનો સામનો આતંકવાદીઓ સામે થયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે,‘મેં આતંકીઓને જોયા, તેમણે પણ મારા તરફ જોયું, પરંતુ કર્યું કંઇ નહીં. આ સાંભળવાની તાકાત હતી.’ તેમનું કહેવું હતું કે, સુરક્ષા એજેન્સીઓએ પહેલાથી જ સલાહ આપી હતી કે કાશ્મીરમાં અમે લોકો ભારત જોડો યાત્રા માટે નીકળ્યા કારણ કે ત્યાં આતંકવાદી હુમલાનો ખતરો હોઇ શક્તો. તે છતા તેમણે પોતાની યાત્રા રોકી નહીં.
રાહુલ ગાંધીએ કહ્યું,‘એલર્ટ બાદ મેં યાત્રામાં મારી સાથે હાજર લોકો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે, આપણે ચાલતા રહેવું જોઇએ. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ મારી પાસે આવ્યો અને કહ્યું કે, તે મારી સાથે વાત કરવા માંગે છે.’ રાહુલ ગાંધીએ કહ્યું કે, તે વ્યક્તિએ મને પૂછ્યું કે, શું કોંગ્રેસના નેતાઓ અહીંયા લોકોની વાતો સાંભળવા આવ્યા છે. મેં કહ્યું ‘હાં’. આ દરમિયાન તે વ્યક્તિએ કેટલાક લોકો તરફ ઇશારો કર્યો, જેઓ નજીક જ હતા. આ તમામ લોકો આતંકવાદી છે.
રાહુલ ગાંધીએ કહ્યું,‘તે વ્યક્તિની વાત સાંભળીને મને લાગ્યું કે અમે મુશ્કેલીમાં છીએ જો તેઓ આતંકવાદી હતા તો હુમલો કરી શકતા હતા. પરંતુ એવું કંઇ થયું નહીં. તેમણે કંઇ કહ્યું નહીં આ સાંભળવાની વાત હતી.’ તમને જણાવી દઇએ કે, મંગળવારે રાહુલ ગાંધી યૂકે પહોંચ્યા હતા. અહીંયા તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે બ્રિટેનમાં વસેલા ભારતીયો સાથે વાતચીત કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હાલમાં દુનિયામાં લોકતાંત્રિક માહોલને પ્રોત્સાહન આપવાની જરૂર છે. માટે તે જરૂરી છે કે તમામ લોકોની વાતો સાંભળવામાં આવે. તેમણે કહ્યું કે, સાંભળવાની કળા ખુબ જ જરૂરી છે. રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો કે, ભારતમાં લોકતાંત્રિક અને સંવૈધાનિક સંસ્થાઓ ખતરામાં છે. તેમણે દાવો કર્યો કે, તેમની જાસુસી કરવામાં આવી રહી છે. અમે તેને રોકવાની કોશિશ કરી રહ્યા છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર