ચીની સૈનિકોને ભારતીય સીમામાંથી કંઇ તારીખે બહાર તગેડશો વડાપ્રધાન મોદી? : રાહુલ ગાંધી

ચીની સૈનિકોને ભારતીય સીમામાંથી કંઇ તારીખે બહાર તગેડશો વડાપ્રધાન મોદી? : રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

PM Modi Adress to Nation: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને તેમને આ સવાલ પુછ્યો છે.

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. (PM Narendra modi address to nation). ત્યારે પીએમ મોદીના આ સંબોધન પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Former Congress President Rahul Gandhi) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક ટિપ્પણીથી પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં મને તે જણાવો કે કંઇ તારીખ સુધીમાં તે ચીની સેનાને ભારતીય સીમાને બહાર કરશે?

  રાહુલ ગાંધીએ આ પર પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે "પ્રિય વડાપ્રધાન, આજે સાંજે 6 વાગે જ્યારે તમે સંબોધન કરો તો કૃપા કરીને દેશને કહો કે તમે કંઇ તારીખ સુધી ચીનીઓને ભારતીય ક્ષેત્રથી બહાર ફેંકશો, ધન્યવાદ."
  ઉલ્લેખનીય છે કે મેથી ચીન સાથે લદાખ ક્ષેત્ર પર ભારતનો સીમા ગતિરોધ અને વિવાદ સાથે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે. આ દરમિયાન સતત રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકાર પ્રહારો કરી રહ્યા છે. મેમાં ભારત અને ચીનની વચ્ચે થયેલી 20 જૂનની હિંસક ઝડપ વખતે ગલવાન ખીણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. અને તે પછી ભારત અને ચીન વચ્ચે સાત વાર ઉચ્ચ સ્તરે બેઠકોનો સિલસિલો ચાલ્યો છે. પણ ઠોસ પરિણામ હજી મળ્યું નથી.

  બંને દેશોની સેના લદાખમાં મે મહિના દરમિયાન આમને સામને આવી હતી. ચીને પૂર્વ લદાખમાં એલએસી પર 50,000થી વધુ સૈનિકો તૈનાત કર્યા હતા. ભારતે પણ બીજી તરફ ચીનને જડબાતોડ જવાબ આપવા માટે પોતાના સૈન્ય અને હથિયારો અહીં તૈનાત કર્યા હતા. આ વચ્ચે બંને દેશોએ વાતચીતથી સમાધાન તરફ આગળ વધવાની વાત સાથે બેઠકો શરૂ કરી હતી.

  ભારત અને ચીન પૂર્વી લદાખમાં સૈનિકોની પીછેહઠ માટે આ સપ્તાહમાં કોર કમાન્ડર સ્તરીય સૈન્ય વાર્તાની તૈયારી કરી રહ્યા છે. સીમા પર ટકરાવ પછી બંને પક્ષો વચ્ચે બેઠક સાતમી વાર થાય છે.

  12 ઓક્ટોબરે આ મામલે છેલ્લી વાર વાત થઇ હતી. તેમાં પણ બંને પક્ષો સહમતિ બનાવીને ઉકેલ લાવી નહતા શક્યા. ત્યારે હવે રાહુલ ગાંધીએ આ જ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલો કર્યા છે.
  Published by:Chaitali Shukla
  First published:October 20, 2020, 18:32 pm

  ટૉપ ન્યૂઝ