રાહુલ ગાંધી કોરોના સંક્રમિત, ટ્વિટ કરીને કહ્યું- કોવિડના હળવા લક્ષણો

રાહુલ ગાંધીએ કહ્યું- હળવા લક્ષણો પછી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે પણ ટેસ્ટ કરાવી લે

રાહુલ ગાંધીએ કહ્યું- હળવા લક્ષણો પછી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે પણ ટેસ્ટ કરાવી લે

 • Share this:
  નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (rahul gandhi tested corona positive) આવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે હળવા લક્ષણો પછી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે પણ ટેસ્ટ કરાવી લે.

  દેશમાં કોરોનાની બીજી પ્રચંડ લહેરના કારણે રાહુલ ગાંધીએ બે દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં પોતાની બધી ચૂંટણી રેલીઓ સ્થગિત કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે કોવિડ સંકટને જોતા મેં પશ્ચિમ બંગાળમાં પોતાની બધી સભાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે. રાજનીતિક દળોએ વિચાર કરવો જોઇએ કે આવા સમયે રેલીઓથી જનતા અને દેશને કેટલો ખતરો છે.

  આ પણ વાંચો - કોરોનાથી બચવાનો આ એક માત્ર છે એકમાત્ર ઉપાય, મુંબઈ પોલીસે અનોખી રીતે કરી અપીલ  આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ કોરોના સંક્રમિત થયા છે. તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)ના પત્ની સુનીતા કેજરીવાલ કોરોના સંક્રમિત થયાં છે. આ સાથે જ તેમણે પોતાને ઘરમાં આઇસોલેટ કરી લીધા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પોતાના ઘરે ક્વૉરન્ટીન (Home quarantine) થયા છે.

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2,59,170 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1,761 લોકોનાં મોત (Death) થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,54,761 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ નોંધાયેલા કેસની સંખ્યા 1,53,21,089 થઈ છે. આ સાથે જ સાજા થનારા લોકોની સંખ્યા 1,31,08,582 થઈ છે. દેશમાં કોરોના વાયરસથી અત્યારસુધી 1,80,530 લોકોમાં મોત થયા છે. હાલ દેશમાં કોરોના વાયરસના 20,31,977 એક્ટિવ કેસ (Active cases) છે. દેશમાં અત્યારસુધી 12 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published: