Home /News /national-international /

દેવાદાર કંપનીને બચાવવા સરકાર LIC-SBIને દબાણ કરી રહી છે: રાહુલ

દેવાદાર કંપનીને બચાવવા સરકાર LIC-SBIને દબાણ કરી રહી છે: રાહુલ

તમને જણાવી દઈએ કે, આઈએલએન્ડએફએસ સમૂહ પર કુલ 91000 કરોડથી વધારેનું દેવું છે, અને તે ફંડની ભારે અછતથી ઝઝૂમી રહી છે.

તમને જણાવી દઈએ કે, આઈએલએન્ડએફએસ સમૂહ પર કુલ 91000 કરોડથી વધારેનું દેવું છે, અને તે ફંડની ભારે અછતથી ઝઝૂમી રહી છે.

    રાફેલ ડીલને લઈ કેન્દ્ર સરકાર પર વારંવાર હુમલો કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેવાના સંકટથી ઝઝૂમી રહેલી કંપની IL&FSના બેલઆઉટ પેકેજને લઈ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

    કોંગ્રેસ અધ્યક્ષે પોતાના ટ્વીટમાં આરોપ લગાવ્યો કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાયનાન્શિયલ સર્વિસિસ (IL&FS) કંપનીને વર્ષ 2007માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી)એ 70 હજાર કરોડની ગીફ્ટ સિટી નામનો પ્રોજ્ક્ટ આપ્યો, પરંતુ આ પ્રોજેક્ટ હેઠળ કોઈ કામ થયું નહી, ઉલટાના એમાં કેટલાએ ગોટાળા સામે આવ્યા.

    તેમણે કહ્યું કે, દેવાના બોઝ હેઠળ દબાયેલી કંપનીને બચાવવા માટે મોદી સરકાર હવે જનતાના પૈસાથી તેને બેલઆઉટ(મદદ માટે રૂપિયા આપવા) કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર ભારતીય જીવન વિમા નિગમ લિમિટેડ(એલઆઈસી) અને ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ) પર આ કંપનીને મદદ કરવા માટે દબાણ કરી રહી છે.

    રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકો જિંદગીભર પોતાની જમા પૂંજી એલઆઈસીમાં નાખે છે. લોકોને એલઆઈસી પર ભરોસો છે, આખરે તેમના પૈસા કોઈ દેવાદાર કંપનીને બચાવવા માટે કેમ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે.

    તમને જણાવી દઈએ કે, આઈએલએન્ડએફએસ સમૂહ પર કુલ 91000 કરોડથી વધારેનું દેવું છે, અને તે ફંડની ભારે અછતથી ઝઝૂમી રહી છે. કંપની 27 ઓગષ્ટ બાદ દેવા પર વ્યાજની ચૂકવણી કેટલીએ વખત ચૂકી ગઈ છે. એલઆઈસી આ કંપનીમાં 25.34 ટકા અને એસબીઆઈ 6.42 ટકાની ભાગીદાર છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Modi govt, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन