કોરોના વાયરસ પર રાહુલ ગાંધીની સલાહ, હોટસ્પોટ અલગ કરી, અન્ય વિસ્તારમાં ખોલવામાં આવે વેપાર

News18 Gujarati
Updated: April 13, 2020, 10:26 PM IST
કોરોના વાયરસ પર રાહુલ ગાંધીની સલાહ, હોટસ્પોટ અલગ કરી, અન્ય વિસ્તારમાં ખોલવામાં આવે વેપાર
કોરોના વાયરસ પર રાહુલ ગાંધીની સલાહ, હોટસ્પોટ અલગ કરી, અન્ય વિસ્તારમાં ખોલવામાં આવે વેપાર

રાહુલ ગાંધીએ કહ્યું - સ્માર્ટ રીતથી વધારેમાં વધારે ટેસ્ટિંગ દ્વારા અપગ્રેડ કરવાની જરુર છે. જેથી વાયરસના હોટસ્પોટને અલગ કરી શકાય

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સરકારના દેશવ્યાપી લોકડાઉનની (lockdown) ટિકા કરી છે. સાથે તેમણે સ્માર્ટ તરીકેથી હટાવવાની સલાહ પણ આપી છે. આખા દેશમાં એક જેવા લોકડાઉનથી ખેડૂતો, મજૂરો અને વેપારી માટે દુ:ખ લઈને આવ્યું છે.

રાહુલ ગાંધીએ એમ પણ લખ્યું કે સ્માર્ટ રીતથી વધારેમાં વધારે ટેસ્ટિંગ દ્વારા અપગ્રેડ કરવાની જરુર છે. જેથી વાયરસના હોટસ્પોટને (Hotspots of Virus)અલગ કરી શકાય અને તેનાથી અન્ય વિસ્તારોમાં વેપારને ધીરે-ધીરે ખોલવાની મંજૂરી આપી શકાય.


આ પણ વાંચો - Coronavirus: દેશમાં 24 કલાકમાં સામે આવ્યા 796 નવા કેસ, 35 લોકોના થયા મોત

આ પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર અર્થવ્યવસ્થાને (Economy)લઈને કટાક્ષ કર્યો હતો. સાથે તેમણે આ ગાળાને જોરદાર આર્થિક સુસ્તી વાળો ગણાવતા તેની પર સવાલ ઉઠાવ્યા હતા. સરકારની ટિકા કરતા ટ્વિટ કર્યું હતું કે કોરોના વાયરસ સંકટ ઘણા ભારતીય કોર્પોરેટરને અધિગ્રહિત કરવાને લઈને આસાન લક્ષ્ય બનાવી દીધા છે. રાહુલ ગાંધીએ એ પણ લખ્યું હતું કે આવા રાષ્ટ્રીય સંકટમાં સરકારે ભારતીય કોર્પોરેટ્સના ઉપર નિયંત્રણ કરવાના વિદેશી હિતોને મંજૂરી આપવી જોઈએ નહીં.
First published: April 13, 2020, 10:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading