એર સ્ટ્રાઇક અંગે રાહુલ ગાંધીનો પ્રહાર કહ્યું,'સેના મોદીજી વ્યક્તિગત સંપત્તિ નથી'

News18 Gujarati
Updated: May 4, 2019, 12:53 PM IST
એર સ્ટ્રાઇક અંગે રાહુલ ગાંધીનો પ્રહાર કહ્યું,'સેના મોદીજી વ્યક્તિગત સંપત્તિ નથી'
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જો મોદી એમ કહે છે કે યુપીએના સાશનમાં વીડિયો ગેમમાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી તો તે દેશની સેનાનું અપમાન છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : એર સ્ટ્રાઇકના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સેના મોદીની વ્યક્તિગત સંપત્તિ નથી અને તેમણે સેનાને બદનામ ન કરવી જોઈએ. બે દિવસ પહેલાં ભાજપે કોંગ્રેસના એર સ્ટ્રાઇકના દાવાને ફગાવ્યો હતો.

ભાજપ પર આકરો હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ' ભારતીય સેના, એરફોર્સ, અને નેવી મોદીજીની વ્યક્તિગત સંપત્તિ નથી. સેના દેશની છે. જો મોદીજી એવું કહેતા હોય કે યુપીએના સાશનમાં વીડિયો ગેમમાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી તો તે દેશની સેનાનું અપમાન છે'

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે દાવો કર્યો હતો કે મનમોહન સિંહની સરકાર દરમિયાન 6 સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ભાજપ પર આક્ષેપ મૂક્યો હતો કે ભાજપ ચૂંટણીમાં ફાયદો વેવા માટે સેનાના ઑપરેશનની માહિતી જાહેર કરી રહી છે જે શરમજનક છે.

આ પણ વાંચો :  રાહુલ ગાંધીએ કહ્યું,' મોદી સરકારના ગોટાળાની માહિતી કોંગ્રેસ પાસે છે'

પીએમ મોદીએ સવાલ ઉઠાવ્યા હતા

શુક્રવારે એક રેલીમાં પીએમ મોદીએ કહ્યું, ' એસી રૂમમાં બેસીને કોંગ્રેસ જ સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે. પહેલાં એ લોકોએ કહ્યું કે અમે 3 સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, કાલે કહ્યું કે 6 સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી હવે કેટલાક દિવસોમાં કહેશે કે અમે રોજ સ્ટ્રાઇક કરી હતી. ચૂંટણી પુરૂ થશે ત્યાં સુધીમાં આ સંખ્યા 600એ પહોંચી જશે. મને લાગે છે કે આ નેતાઓ વીડિયો ગેમ રમી રહ્યાં છે અને કદાચ તેને સર્જિકલ સ્ટ્રાઇક માની અને મજા લઈ રહ્યા છે.'આ પણ વાંચો : ગંભીરનો કેજરીવાલ પર હુમલો કહ્યું,'CMની સાથે સાથે ટ્રાવેલ એજન્ટ પણ બની ગયા છે'

પીએમ મોદીએ કહ્યું, 'કોંગ્રેસના અમુક નેતાઓએ આર્મીના વડા ગુંડા કહ્યાં હતા અને એરફોર્સના વડા ખોટું બોલી રહ્યાં છે એવું કહ્યું હતું. અમારી સેનાએ દુઃશ્મનના ઘરમાં ઘૂસીને તેને માર્યા તો એના પુરાવા માંગી રહ્યા ંછે. કોંગ્રેસના નેતાઓ સેનાનું અપમાન કરવાની કોઈ તક નથી છોડતા'
First published: May 4, 2019, 12:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading