Home /News /national-international /ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું, ભારત જોડો યાત્રા રોકીને ગુજરાત અને હિમાચલની ચૂંટણી પર રાહુલ ગાંધી ધ્યાન કેન્દ્રિત કરે
ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું, ભારત જોડો યાત્રા રોકીને ગુજરાત અને હિમાચલની ચૂંટણી પર રાહુલ ગાંધી ધ્યાન કેન્દ્રિત કરે
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા રોકવી જોઈએ
Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ અને ગોવાના પૂર્વ મુખ્યમંત્રી ફ્રાન્સિસ્કો સરડીન્હા સોમવારે કહ્યું કે રાહુલ ગાંધીએ ચાલી રહેલી ભારત જોડો યાત્રાને રોકવી જોઈએ અને હિમાચલ પ્રદેશ અને ગુજરાતના ચૂંટણી રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ જ એકમાત્ર એવી પાર્ટી છે જે ભારતીય જનતા પાર્ટી (BJP)ને હરાવી શકે છે.
પણજી. કોંગ્રેસ સાંસદ અને ગોવાના પૂર્વ મુખ્યમંત્રી ફ્રાન્સિસ્કો સરડીન્હા સોમવારે કહ્યું કે રાહુલ ગાંધીએ ચાલી રહેલી ભારત જોડો યાત્રાને રોકવી જોઈએ અને હિમાચલ પ્રદેશ અને ગુજરાતના ચૂંટણી રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ જ એકમાત્ર એવી પાર્ટી છે જે ભારતીય જનતા પાર્ટી (BJP)ને હરાવી શકે છે. આ દિવસોમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા 150 દિવસમાં લગભગ 3,570 કિલોમીટરનું અંતર કાપશે. તે 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ છે અને જમ્મુ અને કાશ્મીરમાં સમાપ્ત થશે. આ યાત્રાની આગેવાની કરી રહેલા રાહુલ ગાંધી અત્યાર સુધીમાં ચાર રાજ્યો તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પ્રવાસ કરી ચૂક્યા છે.
ફ્રાન્સિસ્કો સરડીન્હાએ કહ્યું કે, ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ છે. અમે ઈચ્છીએ છીએ કે પાર્ટી પાયાના સ્તરે આગળ વધે. તેમણે (રાહુલ ગાંધી)એ અદ્ભુત કામ કર્યું છે,પરંતુ હવે હું ઈચ્છું છું કે રાહુલ જી તરત જ રોકાઈ જાય અને હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં જ્યાં ચૂંટણી ચાલી રહી છે ત્યાં જાય. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 12 નવેમ્બરે એક જ તબક્કામાં યોજાશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. ચૂંટણી પંચે હજુ સુધી ગુજરાતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો નથી.
શશિ થરૂરે પહેલાથી જ ચૂંટણીની રેસમાંથી હટી જવું જોઈતું હતું
સરડીન્હાએ કહ્યું કે, રાહુલ ગાંઘીએ આ બે રાજ્યોના લોકોને જાગૃત કરવાની જરૂર છે જેથી લોકો કોંગ્રેસને વોટ આપે કારણ કે કોંગ્રેસ એ "એકમાત્ર પાર્ટી" છે જે ભાજપને પડકારી શકે છે અને હરાવી શકે છે. તેમજ નવા કોંગ્રેસ પ્રમુખ માટે સોમવારે ચાલી રહેલી ચૂંટણીઓ પર ટિપ્પણી કરતા, સરડીન્હાએ કહ્યું કે, શશિ થરૂરે પહેલાથી જ રેસમાંથી હટી જવું જોઈતું હતું, જેનાથી કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેને બિનહરીફ ચૂંટાઈ આવવાનો માર્ગ મોકળો થઈ જાત. તેમણે કહ્યું કે ગોવાના 99 ટકા કોંગ્રેસીઓ મલ્લિકાર્જુન ખડગેને મત આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર