રાહુલ ગાંધીનો દાવો - લેફ્ટિનન્ટ જનરલે બતાવ્યું કે ભારતની જમીન પર કબ્જો કરી ચૂક્યું છે ચીન

રાહુલ ગાંધીનો દાવો - લેફ્ટિનન્ટ જનરલે બતાવ્યું કે ભારતની જમીન પર કબ્જો કરી ચૂક્યું છે ચીન
રાહુલ ગાંધીનો દાવો - લેફ્ટિનન્ટ જનરલે બતાવ્યું કે ભારતની જમીન પર કબ્જો કરી ચૂક્યું છે ચીન

આ આર્ટિકલ લેફ્ટિનન્ટ જનરલ (રિટાયર્ડ) એચએસ પનાગે લખ્યો છે

 • Share this:
  નવી દિલ્હી : પૂર્વ લદાખમાં (East Ladakh) ભારત (India) અને ચીન (China) વચ્ચેના ઘર્ષણને ખતમ કરવા માટે 6 જૂને શીર્ષ જનરલો વચ્ચે વાતચીત થવાની છે. ભારત અને ચીનની વચ્ચે આ વાતચીત પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul gandhi) રિટાયર્ડ લેફ્ટિનન્ટ જનરલનો એક આર્ટિકલ શેર કર્યો છે. આ આર્ટિકલ લેફ્ટિનન્ટ જનરલ (રિટાયર્ડ) એચએસ પનાગે લખ્યો છે.

  લેફ્ટિનન્ટ જનરલ (રિટાયર્ડ) એચએસ પનાગે (Retired lieutenant general HS Panag)કહ્યુ હતું કે 6 જૂને થનારી વાતચીતમાં ચીનનું પલડું ભારે રહેશે. પનાગે આ તર્ક કરતા કહ્યુ કે પૂર્વ લદાખના 3 અલગ-અલગ ભાગમાં લગભગ 40 સ્ક્વેયર કિલોમીટરની ભારતીય જમીન પર ચીન પહેલાથી કબ્જો કરીને બેઠું છે. 6 જૂને થનાર બેઠકમાં ચીન ભારત સામે સમજુતી માટે એવી શરતો મુકવાનો પ્રયત્ન કરશે, કે ભારતે સ્વીકારવું મુશ્કેલ રહેશે. પનાગે એ પણ દાવો કર્યો છે કે જો ભારત ચીનની શરતો નહીં માને તો તે સરહદી ક્ષેત્રોમાં યુદ્ધ પણ થઈ શકે છે.  આ પણ વાંચો - ચીન પર ભારતનો સૌથી મોટો સર્વે : 84 ટકા લોકોએ માન્યું ચીન ખરાબ દેશ  રાહુલે ખાસ કેપ્શન સાથે શેર કર્યો આર્ટિકલ - રિટાયર્ડ લેફ્ટિનન્ટ જનરલનો આર્ટિકલ શેર કરતા રાહુલ ગાંધીએ કેપ્શનમાં લખ્યું છે કે બધા દેશભક્તોએ જનરલ પનાગનો આર્ટિકલ જરુર વાંચવો જોઈએ. આનું કોઈ સમાધાન નથી.

  કોણ છે એચએસ પનાગ - તમને જણાવી દઈએ કે ભારતીય સેનામાં લેફ્ટિનન્ટ જનરલના પદ પર રહી ચુકેલા એચએસ પનાગ રિટાયર થઈ ચૂક્યા છે. એચએસ પનાગ અભિનેત્રી ગુલ પનાગના પિતા છે. ગુલ પનાગ 2014માં આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી.

  રાહુલ દ્વારા એચએસ પનાગનો આર્ટિકલ શેર કર્યા પછી ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે ભારત-ચીન સરહદ વિવાદનો મામલો બહું ઉંડો છે. આને સમજવા માટે જાણકારો અને જુના પુસ્તકોને વાંચવાની જરુર છે. ત્યારે બીજા યૂઝરે કોમેન્ટ કરી કે ઈતિહાસના પાનાને ફેરવીને જોવામાં આવે તો ચીન-ભારત સરહદ વિવાદનું સમાધાન પહેલા પણ મળ્યુ ન હતું અને આગળ પણ લગભગ કોઈ સરકાર આ વિવાદનું સમાધાન મેળવી શકશે નહી.

  હાલ પનાગના આર્ટિકલથી તો એ લાગી રહ્યુ છે કે ચીન ભારતના કેટલાક ભાગમાં કબ્જો કરી ચૂક્યું છે. આ માટે લદાખમાં વિવાદના સમાધાન માટે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે ભારતીય સરહદમાં આધારભૂત ઢાંચાને બનાવવાથી રોકવા જેવી શરતો મુકી શકે છે.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ