Home /News /national-international /

ગોવા અને મણિપુરવાળી ન થાય તે માટે રાહુલે મેઘાલય મોકલ્યા ત્રણ 'દૂત'

ગોવા અને મણિપુરવાળી ન થાય તે માટે રાહુલે મેઘાલય મોકલ્યા ત્રણ 'દૂત'

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

  ગોવા અને મણિપુરમાં ગફલતમાં રહી જનાર કોંગ્રેસ પૂર્વોત્તરના ચૂંટણી પરિણામો બાદ રાજકીય ઉથલપાથલને લઈને સતર્ક થઈ ગઈ છે. આ જ કારણથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના રણનીતિકાર એહમદ પટેલના નેતૃત્વમાં ત્રણ નેતાઓને મેઘાલયની રાજધાની શિલોંગ મોકલી દીધા છે.

  આ ત્રણ નેતાઓમાં એહમદ પટેલ, કમલનાથ અને મુકુલ વાસનિકનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ આ ત્રણેય નેતાઓને રાજ્યમાં પાર્ટીની રણનીતિ ઘડવા માટે મોકલી દીધા છે. ગોવા અને મણિપુરના બનાવ બાદ પક્ષ આ વખતે પહેલાથી જ તૈયારીમાં લાગી ગયો હતો. આ ત્રણેય નેતાઓ ચૂંટણી પરિણામ બાદ પક્ષની આગળની રણનીતિને લઈને રાહુલ ગાંધીના સંપર્કમાં રહેશે અને નિર્ણય લેશે.

  નોંધનીય છે કો ગોવામાં 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 17 જ્યારે ભાજપને 13 બેઠક મળી હતી. સૌથી મોટી પાર્ટી હોવા છતાં કોંગ્રેસ અહીં સરકાર બનાવી શકી ન હતી. બીજેપીએ અન્ય પક્ષોની મદદથી અહીં સરકાર બનાવી લીધી હતી અને મનોહર પારિકરને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

  મણિપુરમાં કંઈક આવું જ થયું હતું. અહીં કોંગ્રેસે 28 અને બીજેપીએ 21 બેઠક પર જીત મેળવી હતી. છતાં અહીં કોંગ્રેસ પાર્ટી પોતાની સરકાર બનાવી શકી ન હતી. હવે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં કોંગ્રેસ આવી હાલતથી બચાવ માંગે છે. આ જ કારણે તેમણે પોતાના મોટા નેતાઓને સ્થિતિ પર નજર રાખવાની સૂચના આપી દીધી છે.

  ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી બાદ આજે (ત્રીજી માર્ચ) મતગણતરી કરવામાં આવી રહી છે. જેમાં મેઘાલયમાં ફરીથી કોંગ્રેસની સરકાર બનતી જોવામાં આવી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Ahemad patel, Meghalaya, Nagaland, Tripura, રાહુલ ગાંધી

  આગામી સમાચાર