પરિણામ બાદ આરામના મૂડમાં જોવા મળ્યા રાહુલ, 'બડી' સાથે ડ્રાઇવ પર નીકળ્યા

રાહુલ ગાંધી મંગળવારે જાતે ગાડી ચલાવીને તુઘલક રોડ દિલ્હીથી નીકળ્યા હતા, આ દરમિયાન પીડી પાછળની સીટ પર બેઠો હતો.

News18 Gujarati
Updated: May 30, 2019, 11:38 AM IST
પરિણામ બાદ આરામના મૂડમાં જોવા મળ્યા રાહુલ, 'બડી' સાથે ડ્રાઇવ પર નીકળ્યા
રાહુલ ગાંધી
News18 Gujarati
Updated: May 30, 2019, 11:38 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીના થાક અને ચૂંટણી પરિણામના ભારે તણાવ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીને મંગળવારે પોતાના ગાડી ડ્રાઇવ કરતા જોવા મળ્યા હતા, આ દરમિયાન તેમની સાથે તેમનો ખાસ 'બડી' પણ હતો. રાહુલનો આ ખાસ 'બડી' બીજું કોઈ નહીં પરંતુ તેનો પેટ ડોગ પીડી હતો. રાહુલે 2017માં એક ટ્વિટર પોસ્ટ કરીને પીડી અંગે માહિતી આપી હતી.

તસવીર વાયરલ

રાહુલ ગાંધી મંગળવારે જાતે ગાડી ચલાવીને તુઘલક રોડ દિલ્હીથી નીકળ્યા હતા, આ દરમિયાન પીડી પાછળની સીટ પર બેઠો હતો. આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. અનેક લોકોએ આ તસવીરને ટ્વિટ કરી અને ફેસબુક પર પણ શેર કરી હતી. આ તસવીરમાં રાહુલ અને પીડી બંને કેમેરા સામે પોઝ આપતા નજરે પડી રહ્યા છે.

2017માં પ્રસિદ્ધ થયો હતો પીડી

2017માં રાહુલ ગાંધીએ પીડીનો એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. રાહુલની પોસ્ટ બાદ પીડી ખૂબ જ લોકપ્રીય થયો હતો. આ દરમિયાન રાહુલે મજાકના અંદાજમાં વીડિયો સાથે લખ્યું હતું કે આ એ છે જે મારા ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરે છે. રાહુલે આવું કહીને એ લોકોને જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો જેઓ કહી રહ્યા હતાં કે રાહુલ ગાંધીનું ટ્વિટર હેન્ડલ કોઈ અન્ય લોકો હેન્ડલ કરે છે.

કોંગ્રેસને મળ્યો કારમો પરાજય

નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે ફક્ત 52 બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો છે. જે બાદમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું ઓફર કર્યું છે. જોકે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રાહુલનું રાજીનામું ફગાવી દીધું છે અને તેમને અધ્યક્ષ પદે જ બન્યા રહેવાની સલાહ આપી છે.
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...