Home /News /national-international /જ્યારે યોગ્ય કન્યા મળશે લગ્ન કરી લઈશ: રાહુલ ગાંધીએ જણાવી મનપસંદ જીવનસાથીની ખૂબી, સૌથી પહેલી આ શરત રાખી
જ્યારે યોગ્ય કન્યા મળશે લગ્ન કરી લઈશ: રાહુલ ગાંધીએ જણાવી મનપસંદ જીવનસાથીની ખૂબી, સૌથી પહેલી આ શરત રાખી
rahul gandhi
રાહુલ ગાંધીએ કહ્યું કે, વધારે ગુસ્સો આવવા પર તે એકદમ ચૂપ થઈ જાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટીના લોકો સતત પ્રેશર નાખી રહ્યા છે. પણ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી છે. ભારત જોડો યાત્રાએ કહ્યું કે, આ તપસ્યા છે.
નવી દિલ્હી: પોતાના લગ્ન વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને જ્યારે કોઈ ઈંટેલિજેંટ છોકરી મળશે, તેઓ લગ્ન કરી લેશે. રાહુલ ગાંધીએ એક ખાનગી યૂટ્યૂબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાની જિંદગી પર ખુલીને વા કરી હતી. રાહુલ ગાંધીએ આ વાતચીતમાં પોતાનો અભ્યાસ અને કોલેજકાળના પોતાના અનુભવો વિશે ખુલીને જવાબ આપ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાની જિંદગીમાં પસંદ અને નાપસંદ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે કોઈ યોગ્ય છોકરી મળશે, તો લગ્ન કરી લેશે.તેના માટે શરત એ છે કે, છોકરી ઈંટેલિજેંટ હોવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમના માતા-પિતાના લગ્ન ખૂબ જ શાનદાર રહ્યા હતા અને એટલા માટે લગ્ન વિશેના તેમના વિચારો ખૂબ જ ઊંચા છે. તેઓ તેમના માટે પણ કોઈ આવા જ જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે દેશની સંસ્કૃતિ અને ખાનપાનને ખૂબ જ નજીકથી જોયું અને અનુભવ કર્યો. તેમણે કહ્યું કે, તેલંગણા જેવા અમુક રાજ્ય મસાલેદાર ખાવાનો વધારે ઉપયોગ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પોતાની ભારત જોડો યાત્રામાં તેમણે સ્પષ્ટ અનુભવ કર્યો કે, કલ્ચર ફક્ત રાજ્યોમાં રાજ્યોની સરહદ પર નહીં, પણ અમુક રાજ્યોની અંદર પણ બદલે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને ખાવામાં તંદૂરી ખાવાનું પસંદ છે. એટલા માટે ચિકન ટિક્કા, સીખ કબાબ અને સારી આમલેટ તેમને પસંદ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કંટ્રોલ ડાઈટ લે છે અને મિઠાઈઓથી દૂર રહે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને ખાવામાં વટાણા અને જૈકફ્રુટ પસંદ નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, વધારે ગુસ્સો આવવા પર તે એકદમ ચૂપ થઈ જાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટીના લોકો સતત પ્રેશર નાખી રહ્યા છે. પણ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી છે. ભારત જોડો યાત્રાએ કહ્યું કે, આ તપસ્યા છે. ભારતની સંસ્કૃતિમાં તપસ્યાનું મોટુ મહત્વ છે. એટલા માટે કોઈ પણ કામ કરવામાં આવતી તકલીફો એક પ્રકારની તપસ્યા છે. દેશમાં લાખો લોકો તપસ્યા કરી રહ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર