Home /News /national-international /RSS, BJPની નફરત ભરેલી વિચારધારાએ કોંગ્રેસની વિચારધારાને દબાવી: રાહુલ ગાંધી

RSS, BJPની નફરત ભરેલી વિચારધારાએ કોંગ્રેસની વિચારધારાને દબાવી: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીની ફાઈલ તસવીર

Rahul Gandhi takes on BJP, RSS: કોંગ્રેસે (Congress) 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી જન જાગરણ અભિયાન (Jan Jagran Abhiyan) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અભિયાન અંગે એક નિવેદનમાં પાર્ટીએ કહ્યું હતું કે, "વધતી કિંમતોના વિરોધમાં 'જન જાગરણ અભિયાન' નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.'

વધુ જુઓ ...
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની વિચારધારાને "નફરત ભરેલી" ગણાવી છે. તેમણે કહ્યું કે આરએસએસ અને ભાજપની વિચારધારાએ કોંગ્રેસની વિચારધારા પર ભારે પડી છે.

કોંગ્રેસે 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી જન જાગરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન પાર્ટી પેટ્રોલ, ખાદ્ય તેલ અને શાકભાજીના ભાવ વધારા સામે વિરોધ કરશે. કોંગ્રેસના નેતાઓએ બુધવારે જ એક પત્રકાર પરિષદ યોજીને આ અભિયાન સાથે જોડાયેલા કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી શુક્રવારે ડિજિટલ કેમ્પેઇનના લોકાર્પણ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે આજે આપણે માનીએ કે ન માનીએ પરંતુ આરએસએસ અને ભાજપની નફરતની વિચારધારાએ કોંગ્રેસની પ્રેમાળ, સ્નેહપૂર્ણ અને રાષ્ટ્રવાદી વિચારધારાને દબાવી દીધી છે અને આપણે તેનો સ્વીકાર કરવો પડશે. તેમણે કહ્યું કે અમારી વિચારધારા જીવંત છે, પરંતુ તેને દબાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં ખૂટી પડ્યું પેટ્રોલ, રાજસ્થાનથી આવતા દરેક વાહન ફૂલ કરાવી લે છે ટાંકી

કોંગ્રેસ નેતાએ તેનું કારણ પણ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, "અમારી વિચારધારા દબાઈ ગઈ છે, કારણ કે અમે તેનો પોતાના લોકોમાં આક્રમક રીતે પ્રચાર નથી કર્યો." વધુમાં, પાર્ટી સંસદના આગામી શિયાળુ સત્રમાં ભાવ વધારા, પેગાસસ સહિતના અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાની પણ તૈયારી કરી રહી છે. સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે, જે 23 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ અભિયાન અંગે જારી કરાયેલા નિવેદનમાં પાર્ટીએ કહ્યું હતું કે વધતી કિંમતોના વિરોધમાં 'જન જાગરણ અભિયાન' નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: સુરતઃ MD ડ્રગ્સનો બંધાણી બેનલા રાજસ્થાની યુવકે ઉભી કરી લેબ, જાતે ડ્રગ્સ બનાવવા youtube પરથી શીખ્યો

બુધવારે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ, રણદીપ સિંહ સુરજેવાલા અને કેસી વેણુગોપાલે પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. દરમિયાન પક્ષના મહાસચિવ વેણુગોપાલે માહિતી આપી હતી કે પાર્ટી 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી જનજાગરણ અભિયાનશરૂ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, અમે મોંઘવારી સામે વિરોધ નોંધાવ્યો અને દેશભરના પેટ્રોલ પંપો પર પણ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો કૂચ કરશે અને રાત્રે ગામમાં રહેશે. આ પછી સવારે પ્રભાતફેરી કાઢવામાં આવશે. પાર્ટીના મહાસચિવે કહ્યું કે તેઓ 12 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી વર્ધામાં આ કાર્યક્રમ યોજશે.

આ પણ વાંચો: બાથરૂમમાં ગીઝરથી કરંટ લાગતા ભાજપા ધારાસભ્યની પુત્રવધુનું મોત, 4 વર્ષનો છે પુત્ર

પુસ્તકને લઈને વિવાદ
આ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદના પુસ્તક પર વિવાદ સર્જાયો છે. તેમણે પોતાના પુસ્તકમાં 'હિન્દુત્વ'ની તુલના જેહાદી ઇસ્લામ અને ઇસ્લામિક સ્ટેટ અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે કરી હોવાના અહેવાલ છે. આ મામલે પણ ભારે વિવાદ થયો છે. દિલ્હીના વકીલ વિવેક ગર્ગે ખુર્શીદ સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
Published by:Riya Upadhay
First published:

Tags: BJP Congress, Rahul gandhi latest news, RSS, રાજકારણ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन