ડિટેન્‍શન સેન્ટર પર રાહુલનો મોદી પર હુમલો : 'RSSના વડાપ્રધાન ભારત માતાને ખોટું બોલે છે'

News18 Gujarati
Updated: December 26, 2019, 1:49 PM IST
ડિટેન્‍શન સેન્ટર પર રાહુલનો મોદી પર હુમલો : 'RSSના વડાપ્રધાન ભારત માતાને ખોટું બોલે છે'
પીએમ મોદીએ રામલીલા મેદાનમાં કહ્યું હતું કે, દેશભરમાં ડિટેંશન સેન્ટરના નામે લોકોને ડરાવવામાં આવી રહ્યા છે

પીએમ મોદીએ રામલીલા મેદાનમાં કહ્યું હતું કે, દેશભરમાં ડિટેંશન સેન્ટરના નામે લોકોને ડરાવવામાં આવી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ફરી એકવાર નાગરિકતા સંશોધન કાયદા (Citizen Amendment Act) મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ગત રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં પીએમ મોદી તરફથી આપવામાં આવેલા નિવેદન પર હુમલો કર્યો છે, જેમાં પીએમે કહ્યું હતું કે ડિટેન્‍શન સેન્ટર (Detention Centres)ના નામ પર લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાને દાવો કર્યો હતો કે દેશભરમાં ક્યાંય પણ ડિટેન્‍શન સેન્ટર નથી બનાવવામાં આવ્યા. પરંતુ મીડિયા રિપોર્ટમાં અનેક રાજ્યોમાં ડિટેન્‍શન સેન્ટર હોવાના અહેવાલો સામે આવ્યા છે. મીડિયામાં આવેલા અહેવાલો બાદ કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, RSSના વડાપ્રધાન ભારત માતાને ખોટું બોલે છે.

નોંધનીય છે કે, રામલીલી મેદાન (Ram Leela Maidan) પર વડાપ્રધાન તરફથી કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકો દેશભરમાં ડિટેન્‍શન સેન્ટર બનાવવાની ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. આ સમાચારો બિલકુલ ખોટા છે. જોકે હવે પીએમ મોદીના આ નિવેદન પર જ અનેક પ્રકારના સવાલ ઉઠવા લાગ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મહારાષ્ટ્રમાં જ્યારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) સરકાર હતી ત્યારે મુંબઈ (Mumbai)ની એક ઈમારતને અસ્થાયી રીતે ડિટેન્‍શન સેન્ટર બનાવવાની વાત કહેવામાં આવી હતી. આ વર્ષે 30 ઑગસ્ટે નવી મુંબઈમાં સિડકોના એમડીને લખેલા એક પત્રમાં નગર વિકાસ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ હવે અસ્થાયી ડિટેન્‍શન સેન્ટર બનાવવા માટે ત્રણ એકરના એક પ્લોટની શોધ કરવામાં આવે. આ પત્રને જોયા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર મુંબઈમાં ડિટેન્‍શન સેન્ટર બનાવવાની તૈયારી કરી રહી હતી.

આ પણ વાંચો,

PM નરેન્દ્ર મોદીએ પણ સૂર્યગ્રહણ જોયું પણ આ વાતનો તેમને રહ્યો અફસોસ
જેને કેન્દ્રએ લીલી ઝંડી આપી તે NPR શું છે? NRCથી કેવી રીતે છે અલગ
First published: December 26, 2019, 1:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading