નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારી (Coronavirus)થી મુશ્કેલ સ્થિતિમાં પસાર થઈ રહેલા દેશના ગરીબ વર્ગ માટે મોદી સરકારે (Modi Government) ગુરુવારે રાહત પેકેજની જાહેરાત કરી છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) 1.70 લાખ કરોડ રુપિયાની ધનરાશિ આ માટે ફાળવી છે. આ પછી કોંગ્રેસના (Congress)પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સરકારના આ પગલાંની પ્રશંસા કરતા ટ્વિટ કરીને કહ્યું હતું કે સરકાર તરફથી જાહેર કરેલ રાહત પેકેજ પ્રથમ યોગ્ય કદમ છે.
રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું છે કે વર્તમાન લોકડાઉન (India Lockdown)ના કારણે ખેડૂત, દિહાડી મજૂર, શ્રમિક, મહિલાઓ અને ઘરડા ખરાબ સ્થિતિમાં છે. ભારત તેમનો દેવાદાર છે. આવામાં રાહત પેકેજ આ દિશામાં સરકારનું પ્રથમ યોગ્ય કદમ છે.
આ પણ વાંચો - કોરોના વાયરસ : ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પોતાનું ઘર સેનિટાઈઝ કર્યું
1.70 લાખ કરોડનું રાહત પેકેજ
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના સંકટથી નિપટવા માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસથી પ્રભાવિત છૂટક મજૂરી કરનારા અને ગરીબો માટે 1.70 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ ગરીબોને કૅશ ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત કોરોના વાયરસથી લડનારાઓ માટે 50 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર આપવાની જાહેરાત કરી છે. આ યોજનાથી 20 લાખ કર્મચારીઓને ફાયદો થશે. કોરોના વાયરસના સંક્રમણમાં લોકોની સારવારમાં લાગેલા ડોક્ટર, પેરામેડિકલ કર્મીઓ, ચિકિત્સા સેવા કર્મીઓને 50 લાખ રુપિયા પ્રતિ પરિવારનું વિમા કવર આપવામાં આવશે.