કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે જો લોકસભા ચૂંટણી 2019 બાદ તેમની સરકાર બનશે તો દેશના 20 ટકા ગરીબ પરિવારોને લઘુત્તમ આવક ગેરંટી યોજના હેઠળ પ્રતિ પરિવાર 72 હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. આ પરિવારનોની માસિક આવક 12 હજાર રૂપિયા નહીં થઈ જાય ત્યાં સુધી તેમને આ યોજનાનો લાભ મળશે. રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજન સહિત અનેક મોટા અર્થશાસ્ત્રીઓથી ચર્ચા બાદ આ યોજના તૈયાર કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાને તમામ નાગરિકોના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી. અમને આ સારો આઇડિયા લાગ્યો હતો. બેંક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા. પરંતુ તેઓએ વાયદો પૂરો ન કર્યો. પોતાની યોજના માટે અમે 6 મહિના પહેલાથી તૈયારી શરૂ કરી દીધી હતી અને આ વાયદાને હકિકતમાં ઉતરીને રહીશું. રાહુલે વધુમાં કહ્યું કે તેમની પાર્ટીએ તેની પર તમામ મોટા અર્થશાસ્ત્રીઓના મંતવ્ય લીધા છે.
રાહુલે કહ્યું કે, અમે આ કામમાં 6 મહિનાથી લાગેલા છીએ. દુનિયાના દિગ્ગજ અર્થશાસ્ત્રીઓ સાથે એમ આ વિશે ચર્ચા કરી. રઘુરામ તે પૈકીની એક છે.
શું છે યૂનિવર્સલ બેઝિક ઇન્કમ?
Outlookના એક અહેવાલ મુજબ, યૂનિવર્સલ બેઝિક ઇન્કમ એક નિશ્ચિત આવક છે, જે દેશના તમામ નાગરિકો-ગરીબ, અમીર, નોકરીયાત્ર, બેરોજગારને સરકારથી મળે છે. આ આવક માટે કોઈ પ્રકારનું કામ કે પાત્રતા હોવાની શરત નથી રહેતી. આદર્શ સ્થિતિ છે કે સમાજના દરેક સભ્યને જીવન-નિર્વાહ માટે લઘુત્તમ આવકની જોગવાઈ હોવી જોઈએ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર