કર્ણાટકમાં કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, રાહુલે કહ્યું- આ લોકોના 'મનની વાત'

News18 Gujarati
Updated: April 27, 2018, 12:15 PM IST
કર્ણાટકમાં કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, રાહુલે કહ્યું- આ લોકોના 'મનની વાત'

  • Share this:
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચૂંટણી ઢંઢેરો સામાન્ય લોકોના મનની વાત છે. તેમણે કહ્યું કે અમારી સરકારે જે વાયદા કર્યા તે પુરા કરીને બતાવ્યા.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે કર્ણાટકની વિચારધારામાં વિશ્વાસ રાખીએ છીએ. જ્યારે કાંઇ કહીએ છીએ ત્યારે તેનો કોઇ અર્થ હોય છે. તેમણે કહ્યું કે પાંચ વર્ષ પહેલા કર્ણાટકની સરકારે જે વાયદા કર્યા હતાં તે પુરા કર્યા છે. અમે અને અમારી સરકાર પોતાની વાત પર ખરા ઉતર્યા છે.

તેમણે કહ્યું કે તમે જોશો કે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો ત્રણ-ચાર લોકો નક્કી કરે છે. તેમાં ઘણું બધું છુપાયેલું રહે છે. રેડ્ડી બંઘુઓનો વિચાર તેમાં છે. આ કર્ણાટકના લોકોનો નહીં આરએસએસનો ચૂંટણી ઢંઢેરો છે. આ જ ફર્ક છે કોંગેસ અને વિપક્ષીમાં.

તેમણે બીજેપી પર નિસાનો સાધતા કહ્યું કે, તેઓ જે કહે છે તેમાં વિશ્વાસ નથી હોતો. તેમણે 15 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું, હજી 1 રૂપિયો નથી આપ્યો. રાફેલ બાદ એક પછી એક કૌંભાડ સામે આવી રહ્યું છે. અમિત શાહના છોકરા, નીરવ મોદી જેવા કૌંભાડ પણ સામે આવી રહ્યાં છે. ખેડૂતો સાથે પણ છળ કર્યું છે.

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાનો સાધતા કહ્યું કે, રેડ્ડી બંધુઓની મદદ કરે છે બીજેપી. તેમણે કહ્યું કે હું બધાને ધન્યવાદ આપવા માંગુ છું. મને આ રાજ્ય પર ગર્વ છે. આ રાજ્યએ દેશને દિશા આપી છે. કર્ણાટકની સિલિકોન વેલીએ વિચારવા પર મજબૂર કરી દીધા. આ કઠિન સમયમાં તમે દિશા બતાવી રહ્યાં છો.
First published: April 27, 2018, 11:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading