કોંગ્રેસની સરકાર બનશે તો રાફેલ સોદાની તપાસ થશે, ચોકીદાર જેલમાં હશે : રાહુલ

News18 Gujarati
Updated: April 5, 2019, 8:09 AM IST
કોંગ્રેસની સરકાર બનશે તો રાફેલ સોદાની તપાસ થશે, ચોકીદાર જેલમાં હશે : રાહુલ
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પાંચ વર્ષ પહેલા નારો હતો કે 'અચ્છે દિન આયેંગે.' હવે તે બદલાઈને "ચોકીદાર ચૌર હે" બની ગયો છે.

  • Share this:
મુંબઈ : કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈને ફરી એકવાર વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે જો ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર આવશે તો તેઓ રાફેલ ડીની તપાસ કરાવશે અને ચોકાદાર જેલમાં હશે. નોંધનીય છે કે રાહુલ ગાંધી અનેક પ્રસંગે ચોકીદાર શબ્દનો પ્રયોગ કરીને પીએમ મોદી પર પ્રહાર કરતા રહ્યા છે.

રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નાગપુરમાં ગુરુવારે એક ચૂંટણી સભાને સંબોધન કરતા આ વાત કહી હતી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પાંચ વર્ષ પહેલા નારો હતો કે 'અચ્છે દિન આયેંગે.' હવે તે બદલાી ને "ચોકીદાર ચૌર હે" થઈ ગયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું, "જો ચૂંટણી પછી તેમની પાર્ટી સત્તામાં આવશે તો રાફેલ ડીલની તપાસ કરવામાં આવશે અને દોષીને સજા મળશે."

પીએમ મોદી પર હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, રક્ષા મંત્રાલયના દસ્તાવેજ કહે છે કે નરેન્દ્ર મોદીએ મૂળ સોદામાં ફેરફાર કર્યો હતો અને એક વિમાન રૂ. 1600 કરોડમાં ખરીદ્યું છે. તેમણે કહ્યું કે, પીએ મોદીએ મોંઘા વિમાન ખરીદીને અનિલ અંબાણીને ફાયદો પહોંચાડ્યો છે. રાહુલ ગાંધીએ ઉઠાવ્યો કે જે વ્યક્તિ પાસે સંરક્ષણ ક્ષેત્રનો અનુભવ નથી તેને મોટી રક્ષા ડીલ આપવામાં આવી.

નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘણા લાંબા સમયથી રાફેલ ડીલને લઈને મોદી સરકાર પર હુમલો કરતા રહ્યા છે. જોકે, તેમણે એવું પ્રથમ વખત કહ્યું છે કે તેઓ રાફેલ ડીલની તપાસ કરશે. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા આપવામાં આવેલું રાહુલ ગાંધીનું આ નિવેદન આગળ જતા મોટો મુદ્દો બની શકે છે.
First published: April 5, 2019, 8:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading