નવી દિલ્હી. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મંગળવારે G-23ના નેતાઓ પર સીધો હુમલો કરતાં કહ્યું કે, હું હંમેશાથી પાર્ટીમાં લોકતાંત્રિક ચૂંટણીના પક્ષમાં રહ્યો છું, પરંતુ મારી પાર્ટીના લોકોએ જ મારી ટીકા કરી. પ્રતિષ્ઠિત કોર્નેલ યુનિવર્સિટી (Cornell University)ના એક વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં પ્રોફેસર કૌશિક બસુ (Kaushik Basu)ની સાથે લોકતંત્ર અને વિકાસના વિષયો પર વાતચીત કરતાં રાહુલ ગાંધીએ પૂવ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) દ્વારા ઇમરજન્સી (Emergency) લાગુ કરવાની સાથે હાલની રાજકીય સ્થિતિ ઉપર પણ પોતાના વિચારો રજૂ કર્યા. ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઇમરજન્સીના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે તે ભૂલ હતી, પરંતુ ત્યારે જે થયું અને આજે જે થઈ રહ્યું છે તેમાં ફરક છે અને પોતાની ભૂલ માની લેવી સાહસનું કામ હોય છે.
બંધારણીય સંસ્થાઓને પોતાના લોકોથી ભરી રહ્યું છે RSS
રાહુલ ગાંધીએ કહ્યું કે, કૉંગ્રેસ પાર્ટીએ કયારે પણ દેશના બંધારણીય માળખા પર કબજો કરવાનો પ્રયાસ નથી કર્યો. આપણું લોકતાંત્રિક માળખું એવું કરવાની મંજૂરી નથી આપતું. જો આપણે કરવા માંગીએ તો પણ કરી નહીં શકીએ. તેઓએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેને અલગ રીતે અંજામ આપી રહ્યું છે. આ લોકો બંધારણીય સંસ્થાઓને પોતાના લોકોથી ભરી રહ્યા છે. જો ચૂંટણીમાં અમે બીજેપીને હરાવી પણ દઈએ તો બંધારણીય માળખામાં બેઠેલા તેમના લોકોને હટાવી નહીં શકાય.
કાંગ્રેસ પાર્ટીમાં આંતરિક ચૂંટણીની માંગ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, હું કૉંગ્રેસ પાર્ટીમાં આંતરિક લોકતંત્રતે પ્રોત્સાહન આપવાની વાત અનેક વર્ષોથી કરી રહ્યો છું અને તેના માટે મારી જ પાર્ટીના લોકોએ મારી ટીકા કરી હતી. તેઓએ કહ્યું કે, મેં મારી પાર્ટીના લોકોને કહ્યું કે કૉંગ્રેસમાં આંતરિક લોકતંત્ર લાવવું ચોક્કસપણે જરૂરી છે. આધુનિક લોકતાંત્રિક વ્યવસ્થાઓ તેના કારણે પ્રભાવી છે, કારણ કે તેમની પાસે સ્વતંત્ર સંસ્થાઓ છે, પરંતુ ભારતમાં તે સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવી રહ્યા છે.
હાલની રાજકીય સ્થિતિ પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ન્યાયતંત્રથી આશા નથી. સંસદમાં બોલવાની મંજૂરી નથી. આરએસએસ અને બીજેપીની પાસે અઢળક પૈસા છે. વ્યવસાયોને વિપક્ષના પક્ષમાં ઊભા રહેવાની મંજૂરી નથી. લોકતાંત્રિક અવધારણા ઉપર જ સમજી વિચારીને હુમલા કરવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર