Home /News /national-international /સંસદમાં PM મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ કહ્યું- આખું ભાષણ જવાહરલાલ નેહરુએ શું કર્યું તેના વિશે હતું

સંસદમાં PM મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ કહ્યું- આખું ભાષણ જવાહરલાલ નેહરુએ શું કર્યું તેના વિશે હતું

રાહુલે કહ્યું કે આપણે ચીન અને પાકિસ્તાનના મુદ્દાને ગંભીરતાથી લેવો પડશે. (ફોટો-ANI)

Rahul Gandhi Reply to PM Narendra Modi speech in Parliament: પ્રધાનમંત્રી (PM Modi)એ પોતાના ભાષણમાં જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) પર ઘણી વખત નિશાન સાધ્યું ત્યારે રાહુલે કહ્યું કે "મારા પરદાદાએ દેશની સેવા કરી છે, મને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. ભાજપ કોંગ્રેસ (BJP-Congress) થી ડરે છે કારણ કે અમે સાચું બોલીએ છીએ,"

વધુ જુઓ ...
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Congress Former Leader Rahul Gandhi)એ સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ભાષણ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે વડાપ્રધાને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદ (Parliament Budget Session)ના નીચલા ગૃહમાં અને મંગળવારે ઉપલા ગૃહમાં કોંગ્રેસ (Congress) પર નિશાન સાધ્યું હતું. જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાને સંસદમાં તેમના ભાષણમાં મારા સવાલોના જવાબ આપ્યા નથી. રાહુલે કહ્યું કે આપણે ચીન અને પાકિસ્તાન (China And Pakistan)ના મુદ્દાને ગંભીરતાથી લેવો પડશે. રાહુલે કહ્યું કે, હકીકત એ છે કે ચીને લદ્દાખ અને ડોકલામમાં પ્રવેશ કર્યો છે. વડાપ્રધાનના પોતાના ભાષણમાં જવાહરલાલ નેહરુ પર ઘણી વખત નિશાન સાધતા રાહુલે કહ્યું કે મારા પરદાદાએ દેશની સેવા કરી છે, મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. રાહુલે કહ્યું કે ભાજપ કોંગ્રેસથી ડરે છે કારણ કે અમે સાચું બોલીએ છીએ.

રાહુલે કહ્યું, “મેં ત્રણ વાત કહી હતી, એક કે બે હિન્દુસ્તાન બનાવવામાં આવી રહ્યા છે, બીજું કે તમામ સંસ્થાઓ પર કબજો કરવામાં આવી રહ્યો છે. ત્રીજું ચીન અને પાકિસ્તાન એક થઈ ગયા છે, પરંતુ વડાપ્રધાને આ બાબતોનો જવાબ આપ્યો નથી. રાહુલે કહ્યું, “મેં પહેલા પણ કોવિડ વિશે કહ્યું હતું કે કોવિડથી ખતરો છે પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. મેં કહ્યું કે ચીન તરફથી ખતરો છે, તેને પણ ગંભીરતાથી લેવું જોઈએ. રાહુલે કહ્યું કે તેમનો માર્કેટિંગનો બિઝનેસ છે, તેમના મિત્રો છે, તેથી જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- Gujarat corona Update: રાજ્યમાં Coronaના કેસમાં સતત ઘટાડો, વધુ 28 દર્દીનાં મોત

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ભારતને જોખમમાં મૂકી રહ્યા છે કારણ કે તેમની વિદેશ નીતિ નાદાર થઈ ગઈ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન અને પાકિસ્તાન પહેલા પણ મળ્યા હતા, તેઓ તેમના કામને સારી રીતે સમજી શકતા નથી.

રાહુલે કહ્યું કે આખું ભાષણ જવાહરલાલ નેહરુએ શું કર્યું તેના વિશે હતું. તમે જે કર્યું તેના વિશે કશું કહ્યું નહીં.

આ પણ વાંચો- Karnataka Hijab Row: કર્ણાટકમાં હિજાબ પર હંગામો, 3 દિવસ માટે તમામ શાળા-કોલેજો બંધ, શિમોગામાં કલમ-144 લાગુ

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં મોંઘવારી અંગે વિપક્ષ પર નિશાન સાધતા પંડિત નેહરુના ભાષણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું,'પંડિત નેહરુએ કહ્યું હતું કે કોરિયન યુદ્ધના કારણે મોંઘવારી વધી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં કોઈપણ પ્રકારની અશાંતિ પણ મોંઘવારીનું કારણ બને છે. તેઓએ મોંઘવારીને તેના ભાગ્ય પર છોડી દીધી હતી."

વડાપ્રધાને કહ્યું, “પંડિત નેહરુ આ વાતો એવા સમયે કહેતા હતા જ્યારે વૈશ્વિકરણ એટલું પ્રબળ નહોતું. વિચારો કે તે સમયે મોંઘવારીની સમસ્યા કેટલી ગંભીર હતી જ્યારે પંડિત નેહરુજીને લાલ કિલ્લા પરથી હાથ ઉભા કરવા પડ્યા હતા.
First published:

Tags: PM Modi speech, PM Narendra Modi Speech, Rahul gandhi latest news