રાહુલ ગાંધીએ બિહારમાં કહ્યું, 'અમારી સરકારમાં થશે ન્યાય, ખેડૂતો માટે આપીશું અલગ કૃષિ બજેટ'

News18 Gujarati
Updated: April 20, 2019, 3:03 PM IST
રાહુલ ગાંધીએ બિહારમાં કહ્યું, 'અમારી સરકારમાં થશે ન્યાય, ખેડૂતો માટે આપીશું અલગ કૃષિ બજેટ'
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

બિહારના સુપુલમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા કહ્યું જે ઉદ્યોગપતિઓને આ સરકારે નાણા આપ્યા છે તે અમે ખેડૂતોને આપીશું

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બિહારના પ્રવાસે છે, બિહારના સુપુલમાં એક ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે જો અમારી સરકાર બનશે તો મોદી સરકારે ખેડૂતોનો કરેલો 'અન્યાય' દૂર કરીશું અને ખેડૂતો સાથે 'ન્યાય' કરીશું. તેમણે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ દેશના 15 મોટા ઉદ્યોગપતિઓનું 5 લાખ કરોડ દેવું માફ કર્યુ હતું પરંતુ તેમની સરકાર બનશે તો આ પૈસા ખેડૂતો માટે જશે અને દેશને અલગ કૃષિ બજેટ આપીશું.

રાહુલ ગાંધીએ સભામાં કહ્યું, “નરેન્દ્ર મોદીએ તમને વચન આપ્યું હતું કે 2 કરોડ રોજગારી આપીશ પરંતુ અહીંયા તો એમની નીતિઓના કારણે ઉદ્યોગો બંધ થઈ રહ્યાં છે અને કારખાનેદારો બિહારના મજૂરોને નોકરીમાંથી છુટ્ટા કરી રહ્યાં છે. બિહારનો ચોકીદાર ઇમાનદાર છે પરંતુ દેશનો ચોકીદાર ઇમાનદાર નથી. અમારી સરકારમાં અમે ખેડૂતો, મહિલાઓ યુવાનો માટે અલગ અલગ પ્રાવધાન કરીશું. વડાપ્રધાન મોદીના રાજમાં ઉદ્યોગપતિઓનું 5 લાખ કરોડ દેવું માફ થયું છે પરંતુ ખેડૂત જો લોન ન ભરી શકે તો તેને નીતિશ કુમારની પોલીસ પકડવા આવે છે. અમારી સરકાર બનશે તો અમે આ સ્થિતિની ઉલ્ટાવી દઈશું.”

રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યુ હતું કે દરેક લોકોના ખાતામાં 15 લાખ આપવાનું વચન હતું પરંતુ આપ્યા વર્ષના 6 હજાર રૂપિયા પરંતુ અમારી સરકાર બનશે તો અમે વાર્ષિક 72,000 રૂપિયા બેંકના ખાતામાં દેશના 25 કરોડ ગરીબોને સીધા આપીશું. મને ખબર નહોતી કે દેશની તીજોરીમાં એટલા પૈસા છે કે ગરીબોને આપી શકાય પરંતુ જ્યારે મને ખબર પડી ત્યારે જાણવા મળ્યું કે આ પૈસા તો ગરીબોના બદલે મોદીજીના પ્રિય ઉદ્યોગપતિઓના ફાળે જાય છે.
First published: April 20, 2019, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading