Home /News /national-international /લોકસભા ચૂટણી: ચેન્નાઈમાં રાહુલ ગાંધીએ કહ્યુ, 'મને સર નહીં ફક્ત રાહુલ કહો'

લોકસભા ચૂટણી: ચેન્નાઈમાં રાહુલ ગાંધીએ કહ્યુ, 'મને સર નહીં ફક્ત રાહુલ કહો'

રાહુલ ગાંધીએ વિદ્યાર્થિનીઓ સાથેના સંવાદમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની વાત પણ કરી હતી.

લોકસભાની 2019ના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન તમિલનાડુની સ્ટેલા મેરિસ કોલેજમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 3000 વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી હતી.

  ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રથમ વખત વોટ આપનારા તેમજ યુવા વોટર્સને પોતાની તરફ ખેંચવાના પ્રયાસમાં છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચેન્નાઈમાં સ્ટેલા મેરિસ કોલેજમાં 3,000 વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ કર્યો હતો. આ વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મને 'સર' કે 'રાહુલ જી' નહીં પરંતુ રાહુલ કહીને જ બોલાવવો.

  વિદ્યાર્થિનીઓ સાથેની વાતચીત દરમિયાન જ્યારે એક વિદ્યાર્થિનીએ રાહુલ ગાંધીને સવાલ પૂછતી વખતે સર કહીને સંબોધન કહ્યું ત્યારે તે વિદ્યાર્થિનીને રાહુલ અટાકવી અને કહ્યું હતું કે તમે મને રાહુલ કહી શકો છો સર કહેવાની જરૂર નથી. આ વખતે વિદ્યાર્થિનીઓએ કોંગ્રેસ પ્રમુખને તાળીઓના ગડગડાથી વધાવી લીધા હતા.

  આ પણ વાંચો:  ભીમ આર્મીના ચંદ્રશેખરને મળી પ્રિયંકા ગાંધી, કહ્યું 'દરેક લડાઇમાં સાથે'  33 ટકા મહિલાઓ માટે અનામત
  આજે ચેન્નાઈમાં રાહુલ ગાંધીએ મહિલા સશક્તિકરણને વેગ આપતા જણાવ્યું હતું કે માત્ર સંસદ અને વિધાનસભામાંજ નહીં પરંતુ કેન્દ્ર સરકાર તથા કેન્દ્રીય અને જાહેર સંસ્થાઓમાં જો અમારી સરકાર બની તો 33 ટકા અનામત આપવામાં આવશે.બપોરે પૂર્વ નાણા મંત્રી પી ચીદમ્બરમે પણ ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે કોંગ્રેસ સત્તામાં આવી તો મહિલાઓને 33 ટકા અનામત આપવાનું બલીલ પાસ કરાવશે.

  આ પણ વાંચો:  કર્ણાટકમાં ચૂંટણીપંચનો આદેશ- જ્યોતિષીઓ દુકાનની બહાર પંજાનું નિશાન ઢાંકે
  Published by:Jay Mishra
  First published:

  Tags: Genral Election 2019, Lok sabha 2019, કોંગ્રેસ, ચેન્નાઇ, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन