Home /News /national-international /

પુણે હિંસા પર રાહુલે કહ્યું, આની પાછળ BJP-RSSની ફાસીવાદી વિચારસરણી

પુણે હિંસા પર રાહુલે કહ્યું, આની પાછળ BJP-RSSની ફાસીવાદી વિચારસરણી

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભીમા-કોરેગાંવ હિંસા પર કોંગ્રેસ અધ્યશ્ર રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને બીજેપી-આરએસએસને હિંસા માટે જવાબદાર ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટર દ્વારા કહ્યું કે, બીજેપી અને આરએસએસની ફાશીવાદી દષ્ટ્રિકોણને લઈને દલિત સમુદાય આપણા સમાજના સૌથી નીચેના સ્તરે છે.

કોંગ્રેસ અધ્યક્ષે ઉનાના દલિત સંઘર્ષ અને હૈદરાબાદના દલિત છાત્રનો ઉલ્લેખ કરતાં આને સંઘ અને ભાજપાની ફાસીવાદી વિચારના વિરોધનો પ્રબળ પ્રતીક ગણાવ્યું છે.

તમને જણાવી દઈએ કે, પુણે જિલ્લાના ભીમા-કોરેગાંવની લડાઈમાં અંગ્રેજોની ઈસ્ટ-ઈન્ડિયા કંપનીની સેનાએ મરાઠા પેશવાની સેનાને હરાવી દીધી હતી. આભડછેડ સામે લડી રહેલા દલિતોએ પેશવા વિરૂદ્ધ આ લડાઈ લડી હતી. ત્યારથી દલિત એગ્રેજોની આ જીતનો જશ્ન મનાવી રહ્યાં છે.



આ વખતે 20મી વર્ષગાઠ પર આયોજિત કાર્યક્રમ દરમિયાન મરાઠા અને દલિતો વચ્ચે મામલો હિંસક બની ગયો હતો, જેને લઈને મહારાષ્ટ્રના સાત જિલ્લાઓમાં 144 કલમ લગાવી દેવામાં આવી છે. હિંસામાં એક વ્યક્તિની મોત થઈ ચૂકી છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે હિંસા બાદ તપાસના આદેશ આપ્યા છે. તે ઉપરાંત સીએમે હિંસામાં મરનાર યુવકના પરિવારને દસ લાખ રૂપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી છે.
First published:

Tags: Bhima koregaon violence, RSS, ભાજપ, રાહુલ ગાંધી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन